પોરબંદર : બરડા પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં વધારો થયો છે. મોર અને માનવીઓની આત્મીયતા પણ વધી છે અને જંગલોમાં રહેતા મોર હવે રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળે છે. મોર રાષ્ટ્રીય પક્ષી હોથી તેના શિકાર પર પ્રતિબંધ છે. ભારતીય સંસ્કૃતિમાં પણ મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કૃષ્ણને કલગી સ્વરૂપે અને ભગવાન કાર્તિકેયનું વાહન પણ મોર છે.
મોરની સમાધિ પોરબંદરમાં આવેલી છે. પોરબંદરના માધવપુર રસ્તા પર આવેલા ચિંગરિયા ગામે મોરની સમાધિ આવેલી છે. આ ઉપરાંત રાણાવાવ બરડા વિસ્તારમાં મોર ઝૂંપડુ તરીકેનું એક સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં મોર જોવા મળે છે. મોર અવાજ અને દેખાવમાં આકર્ષક પક્ષી છે.
મોર ભારતના તમામ વિસ્તારોમાં જોવા મળે છે. ભારતિય સંસ્કૃતિ અને આપણા ઇતિહાસ સાથે પણ મોર સંકળાયેલો હોવાથી ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે મોરની પસંદગી કરવામાં આવી અને 26 જાન્યુઆરી 1963માં મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે. પહેલાં મોરનો શિકાર થતો હતો, પરંતુ રાષ્ટ્રીય પક્ષી જાહેર થતા મોરનો શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોરબંદરના બરડા પંથકમાં વધુ માત્રામાં જોવા મળે છે. વર્ષાઋતુમાં મોરની સંખ્યામાં વધારો થયો છે. પોરબંદર શહેરના વિસ્તારોમાં પણ આ મૂળ સાથે આત્મીયતા કેળવી છે. સામાન્ય રીતે મોર સંવેદનશીલ પક્ષી છે, પરંતુ પોરબંદરના રહેણાંક વિસ્તારમાં મોર માનવીથી ઓછા ડરે છે. મોરના મૃત્યુના અનેક બનાવો બને છે, જેમાં કૃત્રિમ રીતે બનાવ વધુ બને છે. વીજ શોક લાગતા અનેક મોર ઘવાય છે, ત્યારે મોરને પોરબંદરના પક્ષી અભ્યારણમાં રાખવામાં આવે છે અને યોગ્ય સારવાર પણ આપવામાં આવે છે.
મોર મોટા ભાગે ખુલા મેદાનોમાં અને પર્વતોમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને રાત્રે વૃક્ષ પર ચડી જાય છે અને તેનો માળો ઝાડીઓમાં બનાવે છે. જે જમીન પર હોય છે અને પાંદડા ઓછી હોય છે. એક સર્વે અનુસાર મોટાભાગના જાન્યુઆરીથી ઓક્ટોબરના સમયમાં મોર અને ઢેલનો સહવાસ સમય હોય છે અને ઢેલ 3થી 5 ઈંડા આપે છે. પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વધારો થતાં લોકો પણ ગૌરવની લાગણી અનુભવે છે.
મોર સર્વગ્રાહી હોય છે, સાપ કીડા મકોડા અને અનાજ પણ ખાય છે. ખેતરમાં કીટકો ખાતા હોવાને કારણે ખેડૂતોનો મિત્ર છે. મોર નૃત્ય નયનરમ્ય હોય છે અને ભારતીય વન્ય સંરક્ષણ ધારા 1972 મુજબ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાના કારણે મોટી સંખ્યામાં પણ હજૂ પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે ભારતના રાજસ્થાન, હરિયાણા, પંજાબ, તામિલનાડુ, ગુજરાત, બંગાળ જેવા રાજ્યમાં મોરની સંખ્યા વધુ જોવા મળે છે.