પોરબંદરના એસટી ડેપો વર્કશોપના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પોરબંદર પ્રભારી તથા કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરી, પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ભદ્રેચા સહિતના આગેવાનો અને એસટી વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ પ્રધાનએ પોરબંદર એસટી વર્કશોપનું ઉદ્ઘાટન તથા તકતીનું અનાવરણ કર્યું હતું.
એસ.ટી.ના જૂનાગઢ વિભાગીય નિયામક ગૌરવ શાહે જણાવ્યું હતું કે, જૂનાગઢ એસટી વિભાગના પોરબંદર મુકામે 192.36 લાખના ખર્ચે આવેલા આરસીસી ફ્રેમ સ્ટ્રકચર વાળા અદ્યતન સુવિધા યુક્ત નવીન ડેપો વર્કશોપમાં જમીનનો વિસ્તાર 8889.73 ચોરસ મીટર છે.જેમાં વોટસોપ એરીયા ડેપો પાર્સલ રૂમ વર્કર રેસ્ટરૂમ બેટરી રૂમ ટાયર રૂમ સ્ટોર રૂમ વહીવટી સ્ટાફ ઓફિસ ડેપો મેનેજર ઓફિસ ફ્યુલ રૂમ તથા કે આર ઈ વોશિંગ મશીન માટે વોશિંગ પ્લેટફોર્મ જેવી અદ્યતન સુવિધાઓ રાખવામાં આવેલા છે.