ETV Bharat / state

પોરબંદરમાં ભાજપે પ્રદેશ અધ્યક્ષના નિયમોને નેવે મુકી સગાંસંબંધીઓને ટિકિટ આપી

author img

By

Published : Feb 12, 2021, 12:15 PM IST

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે જિલ્લા અને પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના માત્ર 12 વોર્ડના ઉમેદવારના નામ જાહેર કર્યાં હતાં, પરંતુ 13મા વોર્ડના ઉમેદવારોનું લિસ્ટ જાહેર ન કરાતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં.

પોરબંદરમાં ભાજપે પ્રદેશ અધ્યક્ષના નિયમોને નેવે મુકી સગાંસંબંધીઓને ટિકિટ આપી
પોરબંદરમાં ભાજપે પ્રદેશ અધ્યક્ષના નિયમોને નેવે મુકી સગાંસંબંધીઓને ટિકિટ આપી
  • ભાજપે પોરબંદર જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી
  • પોરબંદર ભાજપના કાર્યકર્તાઓએ પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે લીધો સંકલ્પ
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વર્ચ્યૂઅલ હાજરી આપી લેવડાવ્યો હતો સંકલ્પ

પોરબંદરઃ એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ચૂંટણી માટે નિયમ બનાવ્યો હતો કે, સગા સંબંધીઓને ટિકિટ આપવામાં નહીં આવે, પરંતુ પોરબંદરમાં જ ભાજપે જે યાદી જાહેર કરી છે. તેમાં આ નિયમોના ધજાગરા ઊડી ગયા છે. એટલે કે પોરબંદર ભાજપ પોતાને ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિયમોથી પણ ઉપર માનતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. પોરબંદર ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ભાજપ અગ્રણીઓના પરિવારજનોને ટિકિટ અપાઈ છે.

પોરબંદર ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિયમોથી પણ ઉપર માનતી હોય તેવું સ્પષ્ટ દેખાયું

યુવા ભાજપ પ્રમુખ અજય બાપોદરાના પત્ની પાયલબેનને તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉષા સીડાને ટિકિટ આપવામાં આવી છે. છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજા ખૂંટીના પુત્ર લાખા ખૂંટીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ અગ્રણી ચંદ્રેશ સમાણીના પત્ની કીર્તિબેન સમાણી કે, જેઓ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તેને પણ ટિકિટ આપવામાં આવી છે. આમ, સી. આર. પાટીલની ગાઈડલાઈનનું પાલન ન થયું હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે.

પોરબંદર ભાજપના કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળની પુણ્યતિથિ નિમિત્તે લીધો સંકલ્પ

હોદ્દા પર રહેલા આગેવાનોની પત્ની અને પુત્રોને આપી ટિકિટ

પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે આજે ઓનલાઈન માધ્યમથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંકલ્પ સમારોહ યોજ્યો હતો. આ સાથે જ પાર્ટીમાં પક્ષ દ્વારા ચુંટણીની પ્રક્રિયામાં કાર્ય કરવા હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે ધારાસભ્ય બાબુ બોખીરિયાએ પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉમેદવારો તથા કાર્યકરોને પણ પ્રચારપ્રસાર અંગે સી. આર. પાટીલના માર્ગદર્શન આપ્યા મુજબ કાર્ય કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.