ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં કોરોનાને લઈને તંત્ર સજ્જ પણ લોકો મૂંઝવણમાં - કોરોના વાઈરસ ન્યૂઝ

પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા જાહેર સ્થળો પર રાત્રીના ૯ થી સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને દિવસ દરમિયાન જાહેર સ્થળો પર 4 થી વધુ લોકોને એકત્રિત થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે આ બાબતે લોકોનો પ્રતિસાદ જાણવાનો etv ભારતે પ્રયત્ન કર્યો હતો.

Porbandar
Porbandar
author img

By

Published : Nov 24, 2020, 10:33 PM IST

બાગ-બગીચા ચોપાટી રિવરફ્રન્ટ સહિતના જાહેર સ્થળો પર ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

જાહેર સ્થળો પર રાત્રે ૯ થી સવારે 5 વાગ્યા સુધી બંધ

લગ્નસરાની સિઝનમાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા

પોરબંદરઃ દેશભરમાં કોરોનાની મહામારીનું તહેવાર બાદ ફરી સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે સરકાર દ્વારા લગ્ન અંગે ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા જાહેર સ્થળો પર રાત્રીના 9 થી સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને દિવસ દરમિયાન જાહેર સ્થળો પર 4 થી વધુ લોકોને એકત્રિત થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે આ બાબતે લોકોનો પ્રતિસાદ જાણવાનો etv ભારતે પ્રયત્ન કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં કોરોનાને લઈને તંત્ર સજ્જ પણ લોકો મૂંઝવણમાં
બાળકો અને વૃદ્ધો સહિતના લોકો માટે નિયમનું પાલન કરવું વધુ હિતાવહકોરોના જેવી ભયંકર બીમારી ફરી ધીમે ધીમે પ્રસરી રહી છે ત્યારે પોરબંદરમાં કોરોનાના કેસ ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ લોકો આ બાબતે યોગ્ય તકેદારી રાખે અને ખાસ કરીને જાહેર સ્થળો પર આ ચોપાટી મેદાન અને ચોપાટી પર આવતાં વૃદ્ધ લોકો અને બાળકોમાં સંક્રમણ વધે તેવી વધુ શક્યતા હોવાથી પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા પણ જાહેર સ્થળો પર 4 કરતા વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.લગ્ન સિઝનમાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા કોરોનાની નવી ગાઈડલાઈન અંગે ઈટીવી ભારતે કેટલાક લોકો સાથે વાતચીત કરી હતી. હાલ લગ્નની સીઝન ચાલતી હોય ત્યારે ઘણા એવા પરિવારો છે, જેમના પુત્ર-પુત્રીના લગ્નની તારીખ ફિક્સ થઈ ગઇ છે અને કંકોત્રી પણ મોકલાઈ ગઈ છે. ત્યારે અચાનક જ રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં માત્ર 100 લોકો માટેની મંજૂરી આપવામાં આવશે તેવું અનુમાન કરતા પરિવારજનો આર્થિક અને સામાજિક રીતે મૂંઝવણમાં મુકાયા છે. કોને આમંત્રણ આપવું અને જેને આમંત્રણ અપાઇ ગયા છે તેઓને ના કેવી રીતે પાડવી, આ ઉપરાંત હોલ પણ બુક થઈ ગઈ હોય અને આ પહેલાની કોરોનાની ગાઈડલાઈન મુજબ સેનીટાઇઝર અને નિયમ મુજબની વ્યવસ્થા થઈ ગઇ હોય તો આ બાબતે સરકાર દ્વારા સુધારો કરવામાં આવે તેવી માંગ પોરબંદરમાં વરરાજાના પિતા પ્રફુલ ભાઈ મોઢાએ કરી હતી. આ ઉપરાંત લગ્ન પ્રસંગના ઉત્સાહમાં પણ વિક્ષેપ પડ્યો હોય તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.