ETV Bharat / state

પોરબંદરમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર અપાયા

પોરબંદરમાં દેગામ ખાતે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેનની અધ્યક્ષતામાં ખેડૂતો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત નાના વેચાણકારો અને ખેડૂતોને યોજનાકીય લાભોના અધિકારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પોરબંદરમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર અપાયા
પોરબંદરમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર અપાયા
author img

By

Published : Sep 26, 2020, 8:25 PM IST

પોરબંદરઃ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત નાના વેચાણકારો અને ખેડૂતોને યોજનાકીય લાભોના અધિકારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોરબંદરના દેગામ ખાતે ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજી કણજારિયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના રાજ્ય સરકારના કૃષિલક્ષી પ્રકલ્પોથી ખેત ઉત્પાદન વધારવાને એક નવો વેગ મળશે તેવું મેઘજી કણઝારિયા માની રહ્યા છે. સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવા, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ, કાંટાળી વાડની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી જ આ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

પોરબંદરમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર અપાયા
પોરબંદરમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર અપાયા

કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડોક્ટરની વિશેષ ટીમ પણ કાર્યક્રમમાં રાખવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજી કણજારિયાએ કહ્યું, રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રયત્નો કરી રહી છે. તેની કડીમાં ફળ, ફૂલ અને શાકભાજીના નાના વેચાણકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વેચાણકારોને વિનામૂલ્યે છત્રી મળવાથી પોતાનું વરસાદ-તડકાથી રક્ષણ મેળવવાની સાથે ફળફૂલ અને શાકભાજીના બગાડને પણ અટકાવી શકાશે. આ ઉપરાંત નાના ખેડૂતોને ખેતી કરવા અદ્યતન ઓજાર ખરીદવા સહાય આપવામાં આવશે તેમ જ ભૂંડ જેવા પશુઓના ત્રાસથી પાકના સંરક્ષણ માટે કાંટાળી વાડ બનાવવા માટે પણ આ યોજના મદદરૂપ થશે. આ યોજનાથી ખેડૂતો આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે રાજ્યના કૃષિ ઉત્પાદનને પણ એક નવો વેગ મળશે.

જિલ્લા પચાયતના પ્રમુખ નીલેશ મોરીએ જણાવ્યું કે, ખેડૂત આધુનિક ખેતી કરી બમણી આવક મેળવે તે માટે સરકાર પ્રયતનશીલ છે. ખેડૂતોને સહાય આપવા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ, કાંટાળી વાડ તથા ફળ તથા શાકભાજી પાકનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી આપવાની યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો મહેમાનો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉષા સીડા, જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.