પોરબંદર: ઈન્ડિયન મેડીકલ એસોસિએશન પોરબંદરના પ્રમુખ ડૉક્ટર ઉર્વીશ મલકાણે જણાવ્યું કે, કોરોનાની ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશન પોરબંદરના તમામ ડૉક્ટરો જિલ્લા વહીવટીતંત્ર અને પોતાની માનદ સેવાઓ પૂરી પાડવા માટે આહ્વાન કર્યું છે. જિલ્લા કલેકટરની સૂચના પ્રમાણે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં દરરોજ સવારે અને સાંજે એક-એક કલાક અને પીડિયાટ્રિશ્યન એટલે કે, બાળક રોગ નિષ્ણાંતો પોતાની સેવા પુરી પાડશે.
આ બાબતે તમામ ડૉક્ટરે પોતાની સેવા આપવા માટે ખાતરી આપી છે અને તે અંગે વ્યવસ્થિત આયોજન કરી લેખિતમાં કલેકટર સાહેબ અને સિવિલ સર્જનને જાણ કરી દેવામાં આવી છે. આવી કપરી સ્થિતિમાં પોરબંદરની પ્રજાની સેવા માટે તમામ પ્રાઇવેટ ડૉક્ટરો તત્પર રહેશે.