ETV Bharat / state

પોરબંદરના જાવર વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડિઝલ પમ્પ ઝડપાયો - પોરબંદરમાં ગેરકાયદેસર બાયોડિઝલ પમ્પ ઝડપાયો

સરકારના આદેશ મુજબ બાયોડિઝલના નામ પર થતા પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ વેચાણ કરતા લોકો પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ સાયબર સેલ અને પોરબંદર મામલતદારને સાથે રાખી પોરબંદરમાં ચેકિંગ હાથ ધરાયું હતું. પોરબંદરના જાવર વિસ્તારમાં ડાયમંડ વે બ્રિઝ પાસે આવેલા બાયોડિઝલ પંપ ઝડપાયો હતો. 16500 લીટર પેટ્રોલિયમ પદાર્થ સહિત કુલ 15,73,600 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી તંત્ર એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

porbandar
પોરબંદર
author img

By

Published : Oct 21, 2020, 8:42 AM IST

  • જાવર વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડિઝલ પમ્પ ઝડપાયો
  • જૂનાગઢ સાયબર સેલ દ્વારા હાથ ધરાયું ચેકીંગ
  • બાયોડિઝલના નામ પર થતું હતું પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ

પોરબંદર: સરકારના આદેશ મુજબ બાયોડિઝલના નામ પર થતા પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ વેચાણ કરતા લોકો પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ સાયબર સેલ અને પોરબંદર મામલતદારને સાથે રાખી પોરબંદરમાં ચેકિંગ હાથ ધરાયું હતું. પોરબંદરના જાવર વિસ્તારમાં ડાયમંડ વે બ્રિઝ પાસે આવેલ બાયોડિઝલ પંપ ઝડપાયો હતો. 16,500 લીટર પેટ્રોલિયમ પદાર્થ સહિત કુલ 15,73,600 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી તંત્ર એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના જાવર વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડિઝલ પમ્પ ઝડપાયો
ક્યાં નિયમનો ભંગ કર્યો

ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા તા.30/4 /2019 ના બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ એનોસી તથા અન્ય સુચનાઓનો ભંગ કરેલ હોય તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ 1977 પેટ્રોલિયમ એકટ 1934 પેટ્રોલિયમ રૂલ્સ 2002 તથા મોટર સ્પીરીટ હાઈ સ્પીડ ડિફ્યુ ઑર્ડર 2005 તથા ભારત સરકારના પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક મંત્રાલયના તા. 29/ 6 /2017 થી જાહેર કરેલા રાજપત્રની અધી સૂચનાઓનો ભંગ કરેલ. તેથી તપાસ દરમિયાન કુલ રૂપિયા 15 લાખ 73 હજાર 600ની કિંમતનો મુદ્દામાલ તંત્રએ સિઝ કર્યો છે.

પોરબંદર મામલતદારને સાથે રાખી જૂનાગઢ સાયબર સેલ દ્વારા હાથ ધરાયુ ચેકીંગ

જૂનાગઢ સાયબર સેલને માહિતી મળતાંની સાથે જ જૂનાગઢ સાયબર સેલની ટીમ પોરબંદર પહોંચી હતી અને પોરબંદર મામલતદારને ફોન કરી જાણ કરી હતી. હાલ તમામ મુદ્દામાલ ઝડપી જૂનાગઢ સાયબર સેલને સોંપવામાં આવેલ છે. જેના દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.