- પોરબંદર જિલ્લા કલેક્ટર ડી.એન.મોદીની ગાંધીનગર ખાતે બદલી
- પોરબંદર ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે નવા કલેક્ટર અશોક શર્મા
- પોરબંદરના વિકાસમાં વધુ કામગીરી કરશે, તેવી આશા લોકો સેવી રહ્યા છે
પોરબંદરઃ જિલ્લા કલેક્ટર ડી.એન.મોદીની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાનિક IAS અશોક શર્માની નિમણૂક કરવામાં આવી છે. જેઓ 2008 કેડરના IAS અધિકારી છે.
આ પણ વાંચોઃ ભાવનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે ભરત બુધેલીયાની નિમણૂંક
અશોક શર્મા પોરબંદરના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે
પોરબંદરમાં હાલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડી.એન.મોદીની બદલી ગાંધીનગર ખાતે ICDSના ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને નવનિયુક્ત કલેક્ટર અશોક શર્મા પણ અગાઉ પોરબંદરના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ગોંડલ નગરપાલિકાની 22 કમિટીના ચેરમેનની કરાઈ નિમણૂક
કલેક્ટર અશોક શર્મા પોરબંદર શહેર જિલ્લાના ભૂગોળથી સારી રીતે વાકેફ છે
નવનિયુક્ત કલેક્ટર અશોક શર્મા પોરબંદર શહેર જિલ્લાના ભૂગોળથી સારી રીતે વાકેફ છે. તેઓ મૂળ આણંદના 2008 બેચના પ્રમોટી ઓફિસર અને 2015માં IS તરીકે નિમણૂક પામેલા છે. પોરબંદરના વિકાસમાં વધુ કામગીરી કરશે, તેવી આશા લોકો સેવી રહ્યા છે.