પોરબંદરઃ એક તરફ કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને આ કપરા સમયમાં દેશને સેવા માટે અનેક લોકો આગળ આવ્યા છે, જેમાં મીઠાપુરની ટાટા કેમિકલ્સ કંપની દ્વારા અનોખી દેશ સેવા કરવામાં આવી રહી છે. મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના સેનેટરી ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ સોલ્યુશન એક લીટરનો અંદાજે 285 રૂપિયા થાય છે, જે એક ટેન્કરમાં 135 કિલોલીટર સમાઇ છે .
શનિવારે પોરબંદર નગરપાલિકા અને ટાટા કેમિકલ્સ દ્વારા બે ટેન્કર આ સોલ્યુશન વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું અને આ સોલ્યુશન વિનામૂલ્યે અપાય છે ઉપરાંત ટેન્કરનું પણ ભાડું ન લેવામાં આવ્યું ન હતું. આ સોલ્યુશન દ્વારકા, ભાટિયા, કલ્યાણપુર, જામનગર, પોરબંદર, ધ્રોલ, કાલાવડ, સિક્કા જેવા ગામોમાં 30થી પણ વધુ ટેન્કરો પહોંચાડવામાં આવ્યા છે અને આ સોલ્યુશનને તેની નજરમાં ઉપયોગ કરવામાં આવે છે. ગામડા તથા શહેરની શેરી ગલીઓમાં છાંટવામાં આવે છે. જેથી જંતુઓનો કે વાઇરસનો નાશ થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ઘટે છે.
મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ્સ દ્વારા આ સોલ્યુશન વેચવાનું બંધ કરીને દેશની સેવા માટે હાલ આ કેમિકલ વિનામૂલ્યે અપાઇ રહ્યું છે. જેમાં મીઠાપુર ટાટા કેમિકલ્સના જનરલ મેનેજર એન. કામત બી.બી શુક્લા, એસ. ચક્રવર્તી સહિત ટાટા કેમિકલસ કંપનીના કર્મચારીઓ પણ સેવા બજાવી રહ્યા છે, તો આ કંપની દ્વારા આસપાસના ગરીબોને અનાજ કીટવિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
પોરબંદર નગરપાલિકા દ્વારા 7 જેટલા વિવિધ વાહનોના ઉપયોગથી શહેર અને અન્ય વિસ્તારોમાં આ કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, આ કેમિકલ આપવા બદલ ટાટા કેમિકલ કંપનીના ચીફ ઓફિસર આર.જે.હુદડે આભાર માન્યો હતો.