ETV Bharat / state

પોરબંદર નગરપાલિકાએ માસ્કના વેચાણ માટે હોમ ડિલીવરી શરૂ કરી - પોરબંદર કોરોના ન્યૂઝ

પોરબંદર શહેર વિસ્તારમાં ચાલતા સ્વસહાય જૂથના બહેનો દ્રારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં પોરબંદરની ૨ સ્વસહાય જૂથના ૬ સભ્યો તથા NULM યોજના રોજગાર ઘટક હેઠળ તાલીમ પામેલ ૫ તાલીમાર્થીઓ સેવાની સાથે સ્વરોજગારી મેળવી રહ્યા છે. માસ્ક બનાવવા માટે બહેનો પોતાના સ્વસહાય જૂથમાં રહેલા ભંડોળનો ઉપયોગ કરીને માલની ખરીદી કરે છે. પોરબંદર નગરપાલિકાએ માસ્કના વેચાણ માટે હોમ ડિલીવરી શરૂ કરતા સ્વસહાય જૂથના બહેનોને રોજગારી મળશે અને શહેરીજનોને રૂપિયા 10માં ઘરબેઠાં માસ્ક વિતરણ કરાશે.

home delivery of mask by palika
પોરબંદર નગરપાલિકાએ માસ્કના વેચાણ માટે હોમ ડિલીવરી શરૂ કરી
author img

By

Published : Apr 10, 2020, 7:57 PM IST

પોરબંદર : પોરબંદરનાં પૂજા સખી મંડળ, ઋષિતા સ્વસહાય જૂથ તથા નેશનલ અર્બન લાઇવલી હુડ(NULM) મિશન અંતર્ગત તાલીમ મેળવતા ૧૧ જેટલા બહેનોએ ૪ હજાર જેટલા માસ્ક બનાવીને સ્વરોજગારી મેળવવાની સાથે લોકસેવાના કાર્યમાં પણ જોડાયા છે. NULM અંતર્ગત સીવણની તાલીમ મેળવીને અત્યારે કોરોના મહામારીના સમયે સ્વરોજગારી મેળવવાની સાથે લોકસેવામા જોડાયેલા જીજ્ઞાશાબહેન ભોગેશ્રાએ કહ્યું કે, પોરબંદર નગરપાલિકા તરફથી ઓર્ડર મળે તે મુજબ માસ્ક બનાવી આપું છુ. સેવાની સાથે સ્વરોજગારી મળતા ખુશ છું.

home delivery of mask by palika
પોરબંદર નગરપાલિકાએ માસ્કના વેચાણ માટે હોમ ડિલીવરી શરૂ કરી
પોરબંદર નગરપાલિકાના ચીફ ઑફિસર રૂદ્રેશભાઇ હુદડે કહ્યું કે, પોરબંદર નગરપાલિકા દ્રારા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત સખી મંડળના બહેનો તથા N.U.L.M હેઠળ તાલીમ પામેલા બહેનો દ્રારા માસ્ક બનાવવામાં આવે છે. પોરબંદરની જનતા, વિવિધ સંસ્થાઓ ઘર બેઠા ૯૫૮૬૫૫૫૯૭૯, ૭૦૧૬૬૫૪૨૪૩, ૯૬૮૭૭૧૭૭૭૦ નંબર પર સંપર્ક કરીને રૂ.૧૦ ની કિંમતના એક એમ જથ્થામા માસ્ક મેળવી શકે છે. લોકો લૉકડાઉનનું પાલન પણ કરી શકે અને બહેનોને રોજગારી પણ મળી શકે તે હેતુથી આ સેવા શરૂ કરવામા આવી છે.N.U.L.M ના પ્રોજેક્ટ મેનેજરે કહ્યું કે, સ્વસહાય જૂથના બહેનોએ છેલ્લા દસ દિવસમાં ૪ હજાર જેટલા માસ્ક બનાવીને રોજગારી મેળવી છે. જિલ્લા કલેકટર કચેરી, નગરપાલિકા કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી તથા અન્ય સંસ્થાઓ, વ્યક્તિગત રીતે સહિતના માધ્યમોથી માસ્ક વિતરણ કરીને બહેનો સ્વરોજગારી મેળવી રહ્યાં છે. પૂજા સ્વસહાય જૂથના પ્રમુખ રેખા બહેન જગતીયા તથા ઋષિતા સ્વ સહાય જુથના પ્રમુખ સંતોક બહેન ભરડાએ કહ્યું કે, નગરપાલિકા, N.G.O સહિત કોઇને માસ્કની જરૂરીયાત જણાય તો ગૃપના બહેનો માસ્ક વહેંચીને રોજગારી મેળવે તથા કોરોના વાઇરસની મહામારી સંદર્ભે સેવા પણ કરે છે. તમામ બહેનો પાતાના ઘરે જ માસ્ક બનાવીને લૉકડાઉનનુ પાલન પણ કરે છે.ઘરે જ માસ્ક બનાવીને રોજગારી મેળવતા આરતીબહેન સીકોત્રા, બીનાબહેન વઢીયા, મીનાબેન માલમ, બીનાબેન ભદ્રેચા, નીતાબેન ભરડાએ કહ્યું કે, કોરોના મહામારીના સમયે સ્વરોજગારી કરતા લોકસેવા મહત્વની છે. આવા સમયે અમારો હેતુ નફો કમાવાથી વિશેષ લોકોને માસ્ક મળી રહે તે અને તેઓ સુરક્ષિત રહે તે મુખ્ય હેતુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.