ETV Bharat / state

પોરબંદર જિલ્લા કલેકટરને 10,000 રૂપિયાની પેનલ્ટી ભરવાનો હાઈકોર્ટનો હુકમ

પોરબંદરના બળેજ ગામે લીઝ મેળવવાની માગણી કરનાર અરજદારની માંગ નામંજૂર કર્યા બાદ ગાંધીનગર મુખ્ય નાયબ સચિવે 2016 ની સાલમાં રિવિઝન નામંજૂર કરીને કલેકટરનો હુકમ રદ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હોવા છતાં પોરબંદરના કલેકટરે કાર્યવાહી ન કરતા બે વખત હાઇકોર્ટના હુકમનું પાલન ન કર્યાનો આક્ષેપ કરીને કોર્ટમાં લડત આપતા પોરબંદરના કલેકટરને 10 હજાર પેનલ્ટી ચૂકવવી પડે તેવો હુકમ હાઇકોર્ટે કર્યો છે.

Porbandar
પોરબંદર
author img

By

Published : Nov 27, 2020, 9:49 PM IST

  • પોરબંદર જિલ્લા કલેકટરને પેનલ્ટી ભરવાનો હાઈકોર્ટનો હુકમ
  • બે વખત કલેકટરે નિયમનું પાલન ન કર્યું
  • અરજદારે તેમના એડવોકેટ મારફતે વિગતવાર કલેકટરને અરજી કરી

પોરબંદર : જિલ્લા કલેકટરને હાઇકોર્ટ દ્વારા 10,000 રૂપિયાની પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેથી 2008ની સાલમાં પોરબંદરના બળેજ ગામે લીઝ મેળવવાની માગણી કરનાર અરજદારની માંગ નામંજૂર કર્યા બાદ ગાંધીનગર મુખ્ય નાયબ સચિવે 2016 ની સાલમાં રિવિઝન નામંજૂર કરીને કલેકટરનો હુકમ રદ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હોવા છતાં પોરબંદરના કલેકટરે કાર્યવાહી ન કરતા બે વખત હાઇકોર્ટના હુકમનું પાલન ન કર્યાનો આક્ષેપ કરીને કોર્ટમાં લડત આપતા પોરબંદરના કલેકટરને 10 હજાર પેનલ્ટી ચૂકવવી પડે તેવો હુકમ હાઇકોર્ટે કર્યો છે.

હુકમની તારીખથી 45 દિવસમાં લીઝડીડ કરી આપવા જિલ્લા કલેકટરને કરેલો હતો હુકમ

પોરબંદરના ચકચારી બનેલ ઘટના મુજબ ગામના વેજાભાઇ ઉલવા અને ઊંટડા ગામના ધનાભાઈ ખોડીયાર દ્વારા 2008માં બળેજ ગામે લીઝ મળવા માટે માંગણી કરી હતી. તે માંગણી કલેકટર દ્વારા નામંજૂર કરતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં અપીલ કરી હતી. જે પણ 2009માં નામંજૂર થતાં તે હુકમ સામે ખાણ ખનીજ અધિનિયમની જોગવાઈ મુજબ નાયબ સચિવ ગાંધીનગર સમક્ષ રીવીઝન તારીખ 8 /2/2016ના રોજ મંજૂર કરી હતી અને અગાઉનો કલેકટરનો હુકમ રદ કરેલ હતો.

બે વખત કલેકટરે નિયમનું પાલન ન કર્યું

અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લીકેશન રીટ કરતાં તેમાં હાઇકોર્ટ દ્વારા 13/ 12 /2016 ના હુકમ કરી આ હુકમથી તારીખ છ અઠવાડિયામાં અરજદારના નામે લિસ્ટ ડીડ અંગે કલેકટરે પાલન ન કરતા બીજી વાર અરજદારે 09/12/2019 વિગતવાર હુકમકરી જિલ્લા કલેક્ટરે આગાઉ પાલન કરેલ ન હોવાના કારણે કલેકટરને રૂપિયા 10,000 પેનલ્ટી અરજદારોને આપવાનો હુકમ કરેલ છે. અરજદારે તેમના એડવોકેટ ભરતભાઇ લાખણી મારફતે વિગતવાર કલેકટરને અરજી કરેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.