રોજ અનેક બાળકો જન્મે છે. પરંતુ, કેટલાક પરિવારમાં માનસિક ખોડખાપણ વાળા બાળકો જન્મે છે. જેના મગજનો વિકાસ ઉંમર પ્રમાણે ઓછો હોય છે. આથી, તેઓને સ્પેશિયલ ચેલેન્જ બાળક કહેવાય છે. પરંતુ, તેઓમાં પણ લાગણી હોય છે. આવા બાળકો સાથે લાગણી તાર જોડી મંગળવારના રોજ પોરબંદરના NSUI દ્વારા વેલકમ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન આ બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી.
પોરબંદર NSUI દ્વારા પોરબંદરમાં આવેલા મંદબુદ્ધીના બાળકોની સંસ્થા શિશુકુંજ દ્વારા ગરબા યોજવામાં આવ્યા હતાં. જેમાં સંસ્થા દ્વારા એક વેલકમ નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડીજેના તાલ સાથે તમામ સ્પેશિયલ ચેલેન્જ બાળકો ઝુમી ઉઠયા હતાં અને તમામ બાળકોમાં નવરાત્રીની અનોખી ખુશી જોવા મળી હતી. કહેવાય છે ને કે, તહેવારોમાં ઉજવણી તો દરેક લોકો કરે છે પણ ઘણા લોકો આવા બાળકોને નજર અંદાજ કરતા હોય છે પરંતુ આ બાળકોમાં પણ લાગણી છુપાયેલી હોય છે. તેમને પણ સમાજ સાથે જોડાવું હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને NSUI દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.