ETV Bharat / state

પોરબંદરમાં ભારે વરસાદ, લોકસુરક્ષા માટે NDRF ટીમ કરાઈ તૈનાત - પોરબંદર લેટેસ્ટ ન્યૂઝ

પોરબંદરઃ જિલ્લામાં બે વર્ષ બાદ અનરાધાર વરસતા વરસાદને કારણે લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સોમવારે વાતાવરણમાં પલટો આવતાં લોકો ચિંતામાં મૂકાયાં છે. સોમવારથી વીજ કડાકા સાથે વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેથી પોરબંદર પાણીમાં ગરકાવ થયું છે. ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું છે. જેથી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, હવામાન વિભાગે સંકટ ટળ્યું હોવાની આગાહી કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ધોધમાર વરસાદથી પોરબંદર પાણી ગરકાવ, અનેક લોકોને કરાયાં સ્થળાંતર
author img

By

Published : Oct 1, 2019, 3:51 PM IST

શહેરમાં સોમવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. તેની સાથે જિલ્લા તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ-જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પાણીના વધતાં પ્રવાહને ધ્યાનમાં રાખીને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જો કે, પોરબંદરમાં વરસાદનું પ્રમાણ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ધોધમાર વરસાદથી પોરબંદર પાણી ગરકાવ, અનેક લોકોને કરાયાં સ્થળાંતર

પોરબંદર જિલ્લા કલેક્ટર ડૉ. મોદીએ જણાવ્યું હતું કે, "જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુરમાં પડેલા વરસાદને કારણે વરતુ ડેમ 2 ઓવરફ્લો થતા તેના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણીમાં ઉત્તરોત્તર વધારો થયો હોવાથી પાણી પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારો સુધી ઘૂસી ગયુ હતું. 10 ગામોમાં તેની અસર વર્તાઈ હતી. જેથી જિલ્લાના તમામ લોકેશન પર પહોંચી વળવા NDRFની ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે રવાના કરાઈ છે. પોરબંદર જિલ્લો હવે ભારે વરસાદની આગાહીમાંથી બાકાત છે. વાતાવરણમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ખસી રહ્યું છે. આથી પોરબંદરની કોઇ અસર થશે નહીં ત્યારે વહીવટી તંત્ર દ્વારા સ્ટાફ સંપૂર્ણપણે એલર્ટ કરાયો છે."

આમ, પોરબંદરમાં વરસાદનના આગમનથી કભી ખુશી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.

Intro:પોરબંદરમાં મેઘગર્જના વચ્ચે વીજતાંડવ :અનેક સ્થળો એ રેસ્ક્યુ કરાયું

પોરબંદર જિલ્લામાં ચોમાસાની ઋતુ મા છેલ્લા બે વર્ષથી વરસાદ ઓછો પડવાના કારણે લોકો પાણી માટે તરસતા હતા પરંતુ આ વર્ષે અનરાધાર મેઘરાજા વરસતા લોકોમાં ખુશી છવાઈ છે પરંતુ ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો આવતા પોરબંદર શહેર અને જિલ્લામાં મેઘગર્જના વચ્ચે વીજળીના કડાકા અને ભડાકા તથા પોરબંદરના લોકો આખી રાત જાગ્યા હતા પોરબંદર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ જતા અનેક સ્થળોએ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું તો હવે પોરબંદર થી વરસાદનું સંકટ ટળ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે

Body:પોરબંદર જિલ્લા ના કલેક્ટર dr મોદીએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં ગત રાતથી અત્યાર સુધી એક ઇંચ જેટલો વરસાદ થયો છે પરંતુ પુરોગામી સમયમાં દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર માં પડેલ વરસાદના કારણે વરતુ ડેમ 2 ઓવરફ્લો થતા તેના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીમાં ઉત્તરોત્તર વધારો થયો હતો જે પાણી પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારો સુધી પહોંચી ગયો હતો અને દસ ગામોમાં તેની અસર વર્તાઈ હતી પોરબંદરના ગામમાં પાણીના પ્રવાહમાં ફસાયેલ એક કારમાં થી સાત લોકોને એન ડી આર એફ ની ટીમે રેસ ક્યુ કરી બચાવ્યા હતા જ્યારે કુતિયાણા ને ઘેર વિસ્તારમાં રાજકોટ જૂનાગઢ અને જામનગર જિલ્લાના પાણી આવવાના કારણે આ ઘેર વિસ્તારો માં અલગ અલગ ડેમો છલકાયા હતા અને ઘણા ગામોમાં જળપ્રલય સર્જાયો હતો જેમાં કુતિયાણાના પસવારી ગામે વહેલી સવારે નવ લોકો વાડીમાં ફસાયા હતા જેનું પણ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું આજ રીતે રાણાવાવ તાલુકાના ગામે એક વૃદ્ધ વ્યક્તિનું વાડીવીસતાર થી કરાયું છે જિલ્લાના તમામ લોકેશન પર પહોંચી વળવા એનડીઆરએફની એક ટીમ જેમાં 20 જવાનો અને એક એસ ડી આર એફ નિ ટીમ જેમાં 70 જવાનો મળીને કુલ 90 જવાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિ ટીમ સાથે તેના કરાયા છે પોરબંદર જિલ્લો હવે ભારે વરસાદની આગાહી માંથી બાકાત છે વાતાવરણમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તરફ ખસી રહ્યું છે આથી પોરબંદરની કોઇ અસર થશે નહીં ત્યારે વહિવટી તંત્ર દ્વારા સ્ટાફ સંપૂર્ણપણે એલર્ટ કરાયો છે

Conclusion:પોરબંદરવાસીઓ ના જણાવ્યા અનુસાર ગત રાતે બે વાગ્યાથી સવાર સુધી વીજળીના કડાકા અને ભડાકા સાંભળતા આખું પોરબંદર જાગ્યું હતું અને નાના બાળકો પણ ડરી ગયા હતા તો છેલ્લા બે વર્ષથી પોરબંદરના લોકોને પીવાનું પાણી લાંબા અંતરે મળતું હતું જે હવે દરરોજ મળશે તેવી આશા લોકોએ સેવી હતી તો પાણીના પ્રવાહમાં પોરબંદરના અનેક ગામડાઓના ખેતરમાં પાકનું ધોવાણ પણ થયું છે જેની સામે સરકારે વળતર ચૂકવવા પણ લોકોએ અપીલ કરી છે

બાઈ ટ ડી એન મોદી કલેકટર પોરબંદર

બાઈટ નિકુંભાઈ પંડ્યા સ્થાનિક પોરબંદર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.