- બરડા પંથક સહિત માધવપુર ઘેડ વિસ્તારમાં પણ Rainએ માઝા મૂકી
- લોકોને આગામી દિવસોમાં સાવચેત રહેવા જણાવાયું
- માધવપુરના મુખ્ય બજારના રસ્તાઓમાં પણ પાણી ભરાયા
પોરબંદર : જિલ્લાના બરડા પંથક સહિત માધવપુર ઘેડ વિસ્તારમાં પણ વરસાદે (Rain) માઝા મૂકી હતી. જિલ્લામાં 3 ઇંચથી પણ વધુ વરસાદ પડયો હતો. વરસાદના પાણી પોરબંદરના બજારમાં ફરી વળ્યા હતા. બરડા પંથક અને માધવપુર ઘેડમાં વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ વરસી રહયો છે. માધવપુર શહેરના મુખ્ય બજારના રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે.
આ પણ વાંચો : કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન
પોરબંદરના બંદર પર ત્રણ નમ્બરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા હવામાન વિભાગ દ્વારા પોરબંદરના બંદર પર ત્રણ નમ્બરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. નદીના વિસ્તારમાં નજીક નીચાણવાળા એરિયામાં રહેતા લોકોએ સાવચેતી રાખવા પણ તંત્રએ જણાવ્યું છે અને દરિયાઈ વિસ્તારમાં તંત્રને એલર્ટ (Alert) કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારે વરસાદ, જુઓ વીડિયો...
વરસતા Rainના કારણે જન જીવન પણ અસ્ત-વ્યસ્ત થયું
આજે વહેલી સવારથી પોરબંદરમાં વરસાદે વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી છે. સતત વરસતા વરસાદ (Rain)ના કારણે જન જીવન પણ અસ્ત-વ્યસ્ત થયું છે. લોકોને વીજળીના થાંભલા અને તાર પાસેથી પસાર ન થવા અને વીજળીથી તકેદારી રાખવા તંત્રે જણાવ્યું હતું.
આ પણ વાંચો -
- હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ
- Heavey Rain In Himachal Pradesh : વરસાદના વીધે નાળાઓ ઉભરાયા, લોકોની અવર-જવર બંધ
- Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
- Rainfall forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ, 10 જુલાઈ પછી ભારે વરસાદ
- Japan: ટોક્યોના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 20 લોકો ગુમ
- 18મેએ ચક્રવાત વાવાઝોડું ગુજરાતના તટની નજીક પહોંચે તેવી IMDની શક્યતા