ETV Bharat / state

Gujarat high Court: પોરબંદરના એસપી રવિ મોહન સૈનીને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ દંડ - porbandar News

ગુજરાત હાઈકોર્ટ ઘણી વખત આકરૂ વલણ અપનાવીને એવી નોટીસ ફટકારે છે કે, સમગ્ર કેસની ચર્ચા આખો દિવસ નહીં પણ મહિનાઓ સુધી ચાલતી હોય છે. તાજેતરમાં એક એવો કેસ બન્યો હતો. જેમાં એસપી કક્ષાના પોલીસ અધિકારીને કોર્ટે દંડ ફટકારી દીધો. જેની જોરશોરથી ચર્ચા થઈ હતી.

Gujarat high Court: પોરબંદરના એસપી રવિ મોહન સૈનીને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ દંડ

author img

By

Published : May 4, 2023, 11:06 AM IST

પોરબંદરઃ ગુજરાત હાઇકોર્ટે પોરબંદરના એસપી રવિ મોહન સૈની અને કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઇ ને રૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો છે. આ દંડ બંનેને કોર્ટ ઓફ કટેમપ્ટ બદલ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી કરવામાં ન આવતા હાઇકોર્ટે આ દંડ ફટકાર્યો છે. પોરબંદરના એસપી રવિ મોહન સૈનીને કોર્ટના હુકમના અનાદર બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Morbi Bridge Collapse: દુર્ઘટનામાં કેટલાક પરિવારે તો એકનો એક દિકરો ગુમાવ્યો છે

પાલન ન કર્યું આદેશનુંઃ હાઇકોર્ટ હુકમ કર્યો હોવા છતાં પણ તેનું પાલન કરવામાં ન આવતા આડંડ ફટકારવામાં આવે છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં જ બહેન અને ભાઈનેને ગાળો આપવા બદલ તેમજ માર મારવા બદલ તેમના ભાઈ પ્રકાશ સોલંકીએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. તેમ છતાં પણ કોઈ પગલા લેવામાં ન આવતા આ સમગ્ર મામલો હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો હતો. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં તારીખ 16 3 2020 ના રોજ પ્રકાશભાઈ સોલંકી તથા તેમના બહેનને પોલીસ દ્વારા માર મારીને બીભત્સ રીતે ગાળો આપવામાં આવી હતી.

પોલીસ વર્તન સામે સવાલઃ આ સાથે જ ખૂબ જ ખરાબ વર્તન તેમની સાથે કરવામાં આવ્યું હતું. જોકે, આ પહેલા પણ અનેક વખત ગુજરાત પોલીસે પોતાના વર્તનને લઈને છબી વધારે ખર઼ડી નાંખી છે. એવામાં આવા કિસ્સાથી વધુ એક સોપાન થકી વધારો થયો છે. જેમાં ફરિયાદથી હાઈકોર્ટ સુધી પડઘા પડ્યા છે. આ ઘટનાને પગલે પાંચાભાઇ સોલંકી દ્વારા તત્કાલીન પી.આઈ જેબી કરમુર ,કોન્સ્ટેબલ ભરત સિંગરખીયા, અને મુકેશ માવદીયા સામે પગલાં લેવા માટે ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Rahul Gandhi defamation case: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટથી કોઈ રાહત ન થઈ

અનેક રજૂઆત થઈ હતીઃ પ્રકાશભાઈની અનેક વાર રજૂઆતો છતાં પણ કોઈપણ પગલાં લેવામાં ન આવતા તેમણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ સમગ્ર કેસની સુનાવણી બાદ હાઇકોર્ટ પગલાં લેવા માટે હુકમ કર્યો હતો. આ કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચાલતા હાઇકોર્ટ 4-8 2022 ના રોજ પોરબંદર એસપી તથા જવાબદાર પોલીસ સ્ટેશનને ઓર્ડરનું પાલન કરવા માટે હુકમ કર્યો હતો. જોકે હાઇકોર્ટે ઓર્ડર કર્યો હોવા છતાં પણ ઓર્ડરનું પાલન કરવામાં ન આવતા પ્રકાશભાઈએ હાઇકોર્ટમાં અદાલતના તિરસ્કારની અરજી દાખલ કરી હતી. આ અરજીના પગલે હાઇકોર્ટ એસપી પોરબંદરના એસપી ડોક્ટર રવિ મોહન અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ વિજય પરમારને નોટિસ પાઠવી હાજર રહેવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.