પોરબંદર: કોરોના હટાવવા માટે માત્ર લોકડાઉન પૂરતું નથી. ખરેખર કોરોના સંક્રમણને રોકવા હોય તો તો ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ મોડલનો અમલ કરવો જરૂરી છે. તેમ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેરલ રાજસ્થાનમાં સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા ઘટાડવામાં આવી રહી છે. જો વધારે ટેસ્ટ કરવામાં આવે તો કોરોના પોઝિટિવની સંખ્યા વધી જાય અને કોરોના પોઝિટિવની સંખ્યા વધતાં ગુજરાત રાજ્ય દેશમાં બીજા નંબરનું રાજ્ય છે. જેમાંથી પ્રથમ ક્રમાંકે પણ આવી શકે તેવી શક્યતાઓ છે. આંકડા છુપાવવા માટે સરકારે ટેસ્ટીંગ ઘટાડ્યું હોય અને હોટસ્પોટ ઝોનમાં ટેસ્ટીંગ કરવું જરૂરી છે.
જ્યાં રાજ્ય સરકારે ટેસ્ટીંગ કરવાનું સદંતર બંધ કર્યું છે. આથી સરકારે WHOની ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ વધુમાં વધુ કરવા અને આંકડા છુપાવવાની વૃત્તિ બંધ કરવા કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ વિનંતી કરી હતી.