પોરબંદરમાં આવેલા વનાણા ટોલ નાકા પર થયેલી તોડફોડના પગલે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ CCTV ફુટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ ટોલનાકા પર કુલ 33 સિક્યુરીટીના કર્મચારીઓ અલગ-અલગ શિફ્ટમાં કામ કરતા હોય છે, જેમાના 8 સિક્યુરિટી કર્મચારીઓ ઘટના સમયે હાજર હતા. તેમજ 28 જેટલા CCTV કેમેરાના ફુટેજ મેળવીને પોલિસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ટોલ પ્લાઝા 8 ટોલબુથ અને ઓફીસમાં રહેલા 3 કૉમ્પ્યુટર સહિત એક બોલેરો કારનો કાચ પણ 10 લોકોએ તોડ્યા હોવાનું જણાવ્યું હતું. તો હાલ તમામ 2 ટોલ બુથ છોડી અન્ય ટોલ બુથ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે CCTV ફૂટેજ બાદ જ વધુ માહિતી આપી શકાશે.