- પોરબંદરના દરિયામાં પણ વાવાઝોડાની અસર વર્તાય
- હાલ અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સર્જાયું
- ગુજરાતના દરિયાકિનારાના તમામ વહીવટી તંત્ર એલર્ટ
પોરબંદર: રાજ્યમાં કોરોના અને મ્યુકરમાઈકોસિસ રોગે લોકોને ત્રાહિમામ કરી દીધા છે. ત્યારે, આગામી દિવસોમાં ગુજરાતના અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે હવામાન વિભાગે વાવાઝોડુ સૌરાષ્ટ્રના અને ગુજરાતના દરિયા કિનારા પર વાવાઝોડું ત્રાટકે અથવા છૂટો છવાયો વરસાદ આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આથી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: કોરોના કાળમાં ગુજરાત પર વધુ એક સંકટ, વાવાઝોડાની આગાહીના પગલે સરકાર એલર્ટ
સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ પૂર્વ વિસ્તારમાં તારીખ 13 મે અને 14 મેં વચ્ચે લક્ષદીપ ટાપુ પર લો પ્રેસર સર્જાયું છે. આથી, રાજ્યમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત, કેરળમાં પણ 14 અને 15 તારીખ વચ્ચે વાતાવરણમાં સ્થિતિ બદલાતા વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, તમિલનાડુ, કર્ણાટક અને દક્ષિણ કોંકણ ગોવામાં પણ આ લો પ્રેશરની અસર 16 મેં અને 17 મેં તારીખ સુધી રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો: "તૌકતે" ચક્રવાત - જાણો ગુજરાત પર શું થશે અસર?
વાવાઝોડાની 2 દિવસ સુધી અસર રહેશે
ગુજરાતના દરિયાકિનારે 17 મેના રોજ લો પ્રેશરની અસર વર્તાશે અને 2 દિવસ સુધી આ અસર રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં 50 કિલોમીટરથી લઇને 60 કિલોમીટરની ઝડપથી પવન ફુંકાઈ શકે છે. ત્યારે, દરિયામાં માછીમારી ન ખેડવા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારે આવેલા શહેરોના વહીવટી તંત્રને એલર્ટ રહેવા જણાવાયુ છે.