- પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કામગીરીમાં બેદરકારી મુદ્દે આરોગ્ય અધિકારી સામે કડક પગલાં ભરવા માંગ કરાઈ
- જિલ્લા પંચાયતમાં પંચાયત પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ વહીવટ સુવ્યવસ્થિત ચલાવવા અધિકારીઓનો માન્યો આભાર
- આઉટ સોર્સીઝ કર્મચારીઓના પગાર મુદ્દે આરોગ્ય વિભાગના ચેરમેને કરી હતી રજૂઆત
- આરોગ્ય વિભાગમાં મોકલવાની રજૂઆતમાં જિલ્લા આરોગ્ય વિભાગના ચેરમેનની સહી પણ ન લેતા મામલો ગરમાયો
પોરબંદરઃ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ગુરૂવારના રોજ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક યોજાઇ હતી, ત્યારબાદ સામાન્ય સભા યોજાઈ હતી, જિલ્લા પંચાયતમાં એક ટર્મ પૂર્ણ થઇ રહી છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશમોરીએ સુવ્યવસ્થિત રીતે કાર્ય કરવા બદલ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
ચોમાસા અને કોરોનાકાળમાં અટકેલ બાકી રહી ગયેલા કાર્યોને બહાલી આપી
કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લાના વિકાસ કામોને મંજૂર કરાયા હતા અને ચોમાસા અને કોરોનાકાળમાં અટકેલ તથા બાકી રહી ગયેલા કાર્યોને બહાલી આપી હતી, જિલ્લાના ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યા રહે છે, જેમાં રોડ રસ્તાઓ પર વધુ કામગીરી કરી લોકોની સુખાકારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરીએ જણાવ્યુ હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી સામે કડક પગલા ભરવામાં આવે તેવી માગ
પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી વિરુદ્ધ આક્ષેપો લગાવતા આરોગ્ય વિભાગના ચેરમેન દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે આઉટસોર્સિંગના કર્મચારીઓના પગાર ના મુદાની ગંભીરતા ધ્યાનમાં ન લઈને આ બાબતે ઉપર કરવાની રજૂઆતોમાં પણ ચેરમેનની સહી ન લીધી હોવાથી આ બાબતે આરોગ્ય અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે તેમાટે ઠરાવ કરાયો હતો.