પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે રમત-ગમત અને યુવા સંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પોરબંદરમાં માધવાણી કોલેજ ગ્રાઉન્ડમાં સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરંતુ કાર્યક્રમમાં જૂજ સંખ્યામાં જનમેદની ઉમટતા કલાકારો પણ આશ્ચર્ય પામી ગયા હતા.
મસમોટા ખર્ચે કાર્યક્રમનું આયોજન: પોરબંદરમાં રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી એ ફેમસ ગીતો ગાયને શ્રોતાઓના મન મોહી લીધા હતા. સામાન્ય રીતે ગીતા રબારીના કાર્યક્રમમાં ખચાખચ જનમેદની ઉમટતી હોય છે. પરંતુ 8 વાગે શરૂ થયેલ કાર્યક્રમમાં શરૂઆત થી જ ખુરશીઓ ખાલી દેખાઈ હતી. ધાર્યા કરતાં ઓછી જનમેદની ઉમટી હતી.
આ પણ વાંચો Porbandar News : સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત, સેવાકીય સંસ્થાને આવ્યું ધ્યાને
સામાન્ય જનમેદની: ગીતા રબારીનો અવાજ સાંભળી આસપાસમાં રહેતા લોકો આવી જતા એક બાજુ ની ખુરશીઓ ભરાઈ ગઈ હતી.જોકે હાઈ ફાઈ સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ ડેકોરેશન સહિત કલાકારોને બોલાવવામાં સરકાર દ્વારા મસમોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય જનમેદની ઉમટતા અધિકારીઓના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. પોરબંદરની માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં પ્રવાસનપર્વના નામથી યોજાયેલ સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં મોટી જનમેદની ઉમટશે. તેને ધ્યાને રાખી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક જામ ન થાય તેથી ટ્રાફિક પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં તૈનાત કરાયા હતા.
પર્યટન પર્વ ઉજવાયો: પોરબંદર શહેરમાં છેલા ઘણા સમયથી પ્રવાસન વિભાગ જાણે મૂર્છા અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રવાસન વિભાગના અધિકારી કે કર્મચારીઓ જ પોરબંદર માં નથી. જ્યારે આ જિલ્લાની જવાબદારી અન્ય જિલ્લાના પ્રવાસન અધિકારીને સોંપવામાં આવે છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા પર્યટનપર્વના નામે મસમોટા ખર્ચથી આ પ્રકારનો કાર્યક્રમ યોજાય. જેમાં પ્રવાસન વિભાગનું અધિકારી ઉપસ્થિત ન હતા. ઘણા સમયથી પ્રવાસન વિભાગ કચેરી પોરબંદરમાં ન હોય તો રાજ્ય સરકારે આ બાબતે પણ વિચારવુ જરૂરી છે.
અધિકારી રહ્યા ઉપસ્થિત: પોરબંદરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં રમતગમત વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ તથા જિલ્લા વહીવટી વિભાગના વિવિધ અધિકારીઓ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી.