ETV Bharat / state

નવરાત્રિના તહેવારને લઇ પોરબંદરની બજારમાં અવનવા આકર્ષક ગરબાનું વેચાણ શરૂ - નવરાત્રી ગરબા

ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નોરતાના તહેવારની શરૂઆત થવા જઇ રહી છે. આ દિવસોએ હિન્દુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન કરે છે. હિન્દુઓ નવરાત્રિના પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે.

પોરબંદરની બજારમાં અવનવા આકર્ષક ગરબાનું વેચાણ શરૂ

author img

By

Published : Oct 12, 2020, 5:01 PM IST

પોરબંદરઃ આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે માતાજીની આરાધના માટેના વિવિધ આકર્ષિત ગરબાનું પોરબંદરની બજારમાં વેચાણ શરૂ થઈ ગયું છે. નવરાત્રિનું પૂજન નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં 2થી 10 વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રિમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.

નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે. જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો છે, કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રિનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે.

પોરબંદરની બજારમાં અવનવા આકર્ષક ગરબાનું વેચાણ શરૂ

ધાર્મિક વ્રતના આ સમયે એક છિદ્રોવાળા માટલાને (જેને ગુજરાતીમાં ગરબી કહે છે) ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટસ્થાપન પણ કહેવાય છે. નવ દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વનાં પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અંખડ દીવો એક માધ્યમ છે, જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ.

માટીમાંથી બનાવવામાં આવતા આ ગરબાને નવ દિવસ સુધી મંદીરમાં રાખી દિવા-પૂજન-અર્ચન કરી ભક્તો માતાજીના ગરબા ગવાય છે. દસમાં દિવસે ગરબાને પવિત્ર સ્થળો પર ભક્તો દ્વારા પધરાવામાં આવે છે.

50 રૂપિયાથી 150 રૂપિયાની કિંમતના કલાકૃતિઓવાળા ગરબા હવે બજારમાં વેચાઈ રહ્યા છે, જેના વેચાણ દ્વારા અનેક પરિવારો ગુજરાન ચાલવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.