પોરબંદરમાં આશરે અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું પ્રાચીન ગણેશ મંદિર પોરબંદરની મુખ્ય બજારમાં આવેલું છે. એક જ પથ્થરમાંથી ઉભા ગણેશજીની મૂર્તિ આ મંદિરમાં આવેલી છે. જેમાં અનેક લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે.
દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે સવારના સમયે હવનનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને આ હવનમાં દર વર્ષે ૧૦૦૮ લાડુ સમર્પિત કરાય છે. ગણેશ મંદિર મિત્ર મંડળ દ્વારા ભક્તો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને આરતી બાદ મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવે છે.
પોરબંદરથી નિમેશ ગોંડલિયાનો રિર્પોટ ETV BHARAT