ETV Bharat / state

પોરબંદર જેલમાંથી વચગાળાના જામીન પરનો ફરાર કેદી ઝડપાયો - પોરબંદર જેલ

પોરબંદરની જેલમાંથી જામીન પરનો ફરાર કેદી માછીમારી કરવા ગયો હતો, તે દરમિયાન SOGએ બાતમીના આધારે બોટ પેટ્રોલિંગ વખતે દરિયામાંથી આરોપીને માછીમારી કરતા ઝડપી લીધો હતો.

પોરબંદર જેલમાંથી વચગાળાના જામીન પરનો ફરાર કેદી ઝડપાયો

author img

By

Published : Nov 6, 2020, 3:40 PM IST

  • પોરબંદર જેલમાંથી વચગાળાના જામીન પરનો ફરાર કેદી ઝડપાયો
  • પોરબંદર SOGએ બોટ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાંથી આરોપીને ઝડપી લીધો
  • વચગાળાના જામીન પૂર્ણ થતા જેલમાં પરત ફરવાને બદલે માછીમારી કરવા જતો રહ્યો કેદી

પોરબંદરઃ SOGના PI જાડેજાના માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ કાફલાએ ફરાર આરોપીને પકડવા કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે પોરબંદર જેલના કાચા કામના કેદી અસગર ઉર્ફે કાલો ઉમર સેતા જામીન પુરા થયા બાદ જેલમાં પરત આવવાને બદલે દરીયામાં માછીમારી કરવા ગયો હતો.

આરોપીની બાતમી મળતા SOG સ્ટાફે દરિયામાં બોટ પેટ્રોલીંગ કરી માછીમારી કરતી બોટનું ચેકીંગ હાથ ધર્યું હતું. બોટના ચેકીંગ દરમિયાન વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલા આરોપીને પોરબંદર જેટી સામે માછીમારી કરતો હતો તે સમયે ઝડપી લીધો હતો અને આરોપીનો કોરોના રિપોર્ટ કરાવી પોરબંદર જેલ ખાતે પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.