- રાજ્યસભાના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજની બેઠક પર વિજય થાનકીએ ઉમેદવારી નોંધાવી
- પોરબંદરમાં ભાજપના અગ્રણી છે વિજય થાનકી, વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે
- 1 માર્ચે યોજાશે રાજ્યસભાની પેટા ચૂંટણી, 1 માર્ચે સાંજે જ પરિણામ બહાર પડાશે
પોરબંદરઃ પોરબંદર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સિનિયર આગેવાન વિજય થાનકીએ પાર્ટી અને ભાજપના રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ થવા ઉમેદવારી નોંધાવી છે. અત્યારે તેઓ વ્યવસાય કન્સલ્ટિંગ એન્જિનિયર છે અને નાનપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે.
વિવિધ મોરચાના પ્રભારીની પણ જવાબદારી નિભાવી રહ્યા છે વિજય થાનકી
આ ઉપરાંત પોરબંદર ભાજપના મીડિયા પ્રભારી, વિવિધ મોરચાના પ્રભારી અને કીર્તિ મંદિરના ટ્રસ્ટી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને વિવિધ સંસ્થાઓમાં સલાહકાર સમિતિમાં સભ્ય અને ટ્રસ્ટીની પણ તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. વિજય થાનકી માટે બ્રહ્મ સમાજ તથા અન્ય સમાજના અનેક પ્રતિનિધિ મંડળ, વેપારી મંડળ અને આગેવાનો સમર્થનમાં આગળ આવ્યા છે.