- કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ
- ભાજપમાં ઉમેદવારોની યાદી લઇને અનેક તર્ક વિતર્ક
- અનેક નવા ચહેરાઓના નામ જાહેર થાય તેવી શકયતા
પોરબંદર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે, ત્યારે પોરબંદર જિલ્લામાં કુલ 18 બેઠક આવેલી છે અને ફોર્મ ભરવા માટે નોમિનેશનની પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર 15 ફેબ્રુઆરીના રોજ સ્ક્રુટીની થશે અને 16 ફેબ્રુઆરીના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. આમ 16 તારીખે જ હરીફ ઉમેદવારોની યાદીનો ખ્યાલ આવશે. ગુરુવારના રોજ કોંગ્રેસ પક્ષ તરફથી અડવાણા જિલ્લા પંચાયત બેઠક પરથી મંજુ મોઢવાડિયાએ ફોર્મ ભર્યું હતું.
ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી અંગે સસ્પેન્સ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને લઇને ઉમેદવારોની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવશે અને કોના પત્તા કપાસે તે અંગે તર્કવિતર્ક સર્જાયા છે. જેથી આવનારા દિવસોમાં પક્ષ દ્વારા નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવું હાલ વર્તાઈ રહ્યું છે.