ETV Bharat / state

પોરબંદર જન્માષ્ટમી લોકમેળો રદ : અનેક ધંધાર્થીઓ મુશ્કેલીમાં - પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા

કોરોના વાઇરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકારે ગુજરાતમાં યોજાનાર તમામ મેળાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ કપરા સમયમાં આર્થિક નુકશાન વેઠતા ચકડોળના ધંધાર્થીઓ અને પાથરણા પાથરી વેપાર કરતા નાના વેપારીઓને આત્મનિર્ભર યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગ ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.

Porbandar
પોરબંદર
author img

By

Published : Aug 7, 2020, 7:26 AM IST

  • પોરબંદર જન્માષ્ટમી લોકમેળો રદ થતાં ધંધાર્થીઓ મુશ્કેલીમાં
  • કોરોનાની મહામારીમાં લોકોની સુરક્ષાના ધ્યાનમાં લઇને લેવાયો નિર્ણય
  • ધંધાર્થીઓએ સરકાર પાસે આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત લાભની માંગ કરી

પોરબંદર : વહીવટી તંત્ર અને પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા દ્વારા પણ પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીના લોકોમેળાને પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોરોનાની મહામારી ફેલાતી અટકાવી શકાય અને લોકોની સુરક્ષાના ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેવું પોરબંદર છાંયા સયુંકત નગરપાલિકાના વહીવટદાર કે.વી બાટીએ જણાવ્યું હતું.

પોરબંદર જન્માષ્ટમી લોકમેળો રદ
પોરબંદરમાં છેલ્લા 75 થી પણ વધુ વર્ષથી જન્માષ્ટમી લોકમેળો યોજાય છે. પરંતુ આ મેળાઆ ચકડોળ, ફજર ફળકા અને નાની મોટી રાઈડસ લઈને આવતા ધંધાર્થીઓ માટેની રોજીરોટીને આર્થિક ફટકો પડયો છે. તો આ લોકો ભારતભરમાં અનેક સ્થળોએ મેળા કરવા જતા હોય છે, અને એક મેળામાં ઓછામાં ઓછા 10,000 જેટલા પરિવારો નભતા હોય છે. ત્યારે ગુજરાત સહિત અન્ય સ્થળે મેળાઓ રદ થતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મેળામાં પાથરણા પાથરી ધંધો કરતા સામાન્ય માણસો માટે પણ કોરોના કાળ બનીને આવ્યો હોય તેમ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ કપરા સમયમાં સરકાર દ્વારા આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત લાભ આપવામાં આવે તેવી માંગ ચકડોળ ધંધાર્થી એસોસિયેશનના અગેવાન અને પાથરણાના ધંધાર્થીના આગેવાનોએ માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.