છેલ્લા 18 વર્ષથી પોરબંદરની શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવે છે. દેશના યુવાનોમાં સાહસ અને શૌર્યની ભાવના પ્રગટે અને યુવાનોમાં દેશદાઝની અનોખી જ્વાળા પ્રગટે તેવા ઉમદા હેતુથી આ કાર્યની શરૂઆત કરવાં આવી હતી.ચોમાસાની ઋતુ હોવાથી આજે સમુદ્રમાં પણ કરન્ટ જોવા મળ્યો હતો અને સમુદ્રની લહેરોમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. છતાં સાહસ કરીને શ્રી રામ સ્વિમિંગ ક્લ્બના મેમ્બરોએ સમુદ્રની લહેરો વચ્ચે ધ્વજ વંદન કરવા આવ્યું હતું.
તો આ સમુદ્રની મધ્યમાં થતા ધ્વજવંદનને નિહાળવા મોટી સંખ્યામાં પોરબંદરની ચોપાટી પર લોકો ઉમટી પડે છે અને દેશપ્રેમની ભાવના જાગૃત કરવામાં આવે છે.