ETV Bharat / state

પોરબંદરના યુવાનોએ મધદરિયે રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી - પોરબંદરનાં સમાચાર

પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા મધદરિયે ધ્વજ વંદન કરવામાં આવે છે. જે પરંપરા જાળવીને તેઓએ આજે પણ મધદરિયામાં ધ્વજવંદન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

23 વર્ષથી પોરબંદરમાં કરાય છે મધદરિયે ધ્વજવંદન..

author img

By

Published : Jan 26, 2021, 10:14 AM IST

  • શ્રી રામ સ્વિમિંગ કલબના યુવાનોમાં અનોખો ઉત્સાહ
  • ચોપાટી પર વોકિંગમાં આવતા બાળકો અને વૃદ્ધોએ કર્યું ધ્વજવંદન
  • RSS દ્વારા ભારત માતાનું પૂજન પણ યોજવામાં આવ્યું

પોરબંદર: 26 જાન્યુઆરી 1950 ભારતનાં ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતનાં અનેક નાગરિકો દ્વારા સરકારી કચેરીઓમાં અને જાહેર વસાહતોમાં ધ્વજવંદન કરાતું હોય છે. પરંતુ પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા મધદરિયામાં ધ્વજ વંદન કરવામાં આવે છે. જે પરંપરા જાળવતા આજે પણ આ ક્લબનાં યુવાનો દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરાયું હતું.

23 વર્ષથી પોરબંદરમાં કરાય છે મધદરિયે ધ્વજવંદન..
ચોપાટી પર વોકિંગ પર આવતા લોકોએ કર્યું ધ્વજવંદનપોરબંદર ચોપાટી પાસે મધદરિયામાં ગણતંત્ર દિવસ નિમિત્તે શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ ક્લબના યુવાનો દ્વારા ઉત્સાહથી આ કાર્ય કરવામાં આવે છે. આ ધ્વજ વંદન કરવા અનેક લોકો ઉમટી પડે છે. ત્યારે ચોપાટી ખાતે વોકિંગ કરવા આવતા લોકોએ પણ આજે ધ્વજવંદન કર્યું હતું અને રાષ્ટ્રગાન કરીને ભારત માતાનો જયજયકાર કર્યો હતો. અહીં આવતા બાળકો સામાન્ય રીતે સ્કૂલમાં ધ્વજ વંદન કરતા હોય છે. તેઓ પ્રથમવાર આ પ્રકારનું ધ્વજ વંદન નિહાળીને આશ્ચર્યચકિત થયા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં દરિયામાં ધવજ વંદન કરીને અનોખો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભારત માતાનું પૂજન કરાયું આજે ગણતંત્ર દિવસ નિમિત્તે પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત માતાનાં પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્વયંસેવકો અને સ્થાનિકોએ ભારત માતાની પૂજામાં ભાગ લઈને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.