પોરબંદરઃ વિશ્વભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોના 245થી પણ વધુ પોઝિટિવ કેસો આવ્યા છે. જેમાં 17 લોકોના મોત પણ થયા છે. પરંતુ કોરોના પોઝિટિવ આવેલા અનેક લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે અને 14 દિવસ બાદ ફરીથી તપાસવામાં આવે ત્યારે ફરીથી તેનો રિપોર્ટ કરવામાં આવે છે. જો રિપોર્ટ નેગેટિવ આવે તો આ પેશન્ટને મુક્ત કરવામાં આવે છે.
પોરબંદરમાં 48 વર્ષીય જ્યોતિબેન રાજેશ ગીરી ગોસ્વામીનો રિપોર્ટ 28 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેથી તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને પોરબંદરના તબીબી સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર બાદ ગુરૂવારેના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આથી સંપૂર્ણ સ્વસ્થ હોવા ના લીધે તબીબો દ્વારા હોસ્પિટલમાં તેમને ઘરે જવા મુક્ત કરાયા હતા. આ સમયે તમામ તબીબોએ તાલી પાડી ઇન્ડિયા ફાઇટ એન્ડ વિન વિથ કોરોનાના નારા લગાવ્યા હતા.
જ્યારે આ બાબતે જ્યોતિબેનએ જણાવ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નહિ પરંતુ લડવાની જરૂર છે. સરકારના સુચનાનું પાલન કરીએ તો આ રોગ સામે લડી શકાય છે અને ખાસ તબીબી સ્ટાફ અને સફાઈ કર્મીઓનો આભાર માન્યો હતો.