પોરબંદર ના છાયા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પાસે એક મારૂતિ વાનમાં એકાએક આગ લાગી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા સમયસૂચકતા દાખવતા વેન ચાલકનો આબાદ બચાવ થયો હતો. સાથે જ વાન અંદર કોઈ ન હોવાથી કોઈ જાનહાની પણ થઇ ન હતી.
આગની ઘટનાના પગલે બાજુમાં ઉભેલા લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ આવી આગને કાબુમાં કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. છતાં લોકોની સતર્કતાના કારણે સમયસર ફાયરબ્રિગેડ આવી જતા વાનને પણ મોટા નુકસાનમાંથી અટકાવી હતી.