ETV Bharat / state

જાણો કોણ હતા 'રંભા' જેમણે મહાત્મા ગાંધીને રામ નામનું મહત્વ સમજાવ્યું... - કીર્તિમંદિરની વેબસાઈટ ખુલી મુકવામાં આવશે

પોરબંદર એટલે કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ તથા વિશ્વ વંદનીય વિભૂતિ ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીનું જન્મ સ્થળ. સત્ય અને અહિંસા ના હથિયાર થી વિશ્વ ને ઝુકાવનાર સાબરમતી ના સંત આ પોરબંદર ના સંતાન છે. તેમનો જન્મ જે સ્થળ પર થયો હતો તે આજે કીર્તિમંદિર તરીકે ઓળખાય છે.

રામનામથી ડર  દૂર જતો રહેશે, ગાંધીજીને રંભા નામની સ્ત્રીએ એ શીખવ્યું હતું

author img

By

Published : Oct 2, 2021, 7:13 AM IST

  • પોરબંદર મોહનદાસ કરમચંદ ગાંધીનું જન્મ સ્થળ છે
  • 2 ઓકોટ્મ્બર 1869 માં પોરબંદર માં ગાંધીજી નો જન્મ થયો હતો
  • 1944-45 માં કીર્તિ મંદિર બનાવવાનું નક્કી કરાયું
  • રામનામ થી ડર દૂર જતો રહેશે ગાંધીજીને રંભા નામની સ્ત્રીએ એ શીખવ્યું

પોરબંદર : આ સ્થળ બે વિભાગ માં વિભાજીત છે એક મહાત્મા ગાંધીજી જ્યાં જન્મ્યા હતા તે સ્થળ અને બીજી પૂજ્ય બાપુ ને આદરાંજલી આપવા માટે બનાવાયેલ સ્થળ એટલે કીર્તિમંદિર. 2 ઓકોટ્મ્બર 1869 માં પોરબંદર ના આ સ્થળે ગાંધીજી નો જન્મ થયો હતો, જૂનું મકાન મહાત્મા ગાંધીજીના પડદાદા હરજીવન ગાંધી એ ઇ.સ 1777 માં પોરબંદર ના એક બ્રાહ્મણ મહિલા પાસે થી ખરીદ્યું હતું. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી કે જેઓ ઓતા ગાંધી તરીકે ઓળખાય છે. તેઓ એ આ મકાન ને વિસ્તૃત કરી ત્રણ માળ નું બનાવ્યું હતું. ઓતા ગાંધી પોરબંદર રાજના દીવાન હતા 7 વર્ષ સુધી પોરબંદર માં ગાંધીજી રહ્યા બાદ રાજકોટ અભ્યાસ અર્થે ગયા હતા. અને આજ જુના મકાન ના પટાંગણ માં 1882માં 13 વર્ષની ઉંમરે મોહનદાસ ગાંધીજી ના લગ્ન પોરબંદર ના નગરશેઠ ગોકુલદાસ મકનજી ના દીકરી કસ્તુરબા સાથે થયા હતા. ઓસરી માં રૂમ નીચે એક વિશાળ ટાંકી આવેલ છે જેમાં વરસાદ ના પાણી નો સંગ્રહ કરવામાં આવતો આ ઉપરાંત દરવાજા માં કોતરણી અને કાસ્ટ કલા પણ જોઈ શકાય છે.

બાપુનો જ્યાં જન્મ થયો હતો તે સ્થળે સ્વસ્તિક દોરવામાં આવ્યો છે અને ઉપર રેંટિયો કાંતતા હોય તેવું તૈલી ચિત્ર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત સામેની બાજુ એ પિતા કરમચંદ અને માતા પૂતળી બાઈ નું થ્રિડી ચિત્ર પણ મુકવામાં આવ્યું છે. માતા પૂતળી બાઈ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હોવાથી તેઓ તેના રસોડામાં રસોઈ બનાવતા હતા જ્યારે ઉપર એક વધુ રસોડું હતું. ઓરડાઓમાં શુસોભન અને ચિત્રો દોરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય

1944-45 માં કીર્તિ મંદિર બનાવવાનું નક્કી કરાયું

વર્ષ 1944-45 માં આગાખાન મહેલ ના કારાવાસમાંથી બાપુને મુક્ત કરવામાં આવ્યા ત્યારે પોરબંદરના રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતાએ પંચગીની ખાતે રોકાણ કરવાની વિનંતી કરી હતી. આ દરમ્યાન પોરબંદરના મહારાજ નટવરસિંહજીએ પ્રજાની લાગણી વ્યક્ત કરી અને બાપુના જન્મ સ્થળ પાસે એક સુંદર સ્મારક બનાવવા ની વાત રજૂ કરી હતી. આ સમયે બાપુ એ સહમતી આપી અને 1947 માં દરબાર સાહેબ ગોપાલ દાસ દેસાઈ ના હસ્તે શિલાન્યાસ વિધિ થઇ હતી. પાંચ લાખના ખર્ચે બે વર્ષે કીર્તિમંદિર નું નિર્માણ કરાયું, અને 1948માં ગાંધીજી નું મૃત્યુ થતા તેમના જીવન ના 79 વર્ષ પ્રમાણે જીવન ભર ગરીબી, કુરિવાજ રૂપી અંધકાર ને ઉલેચવાં માટે પરિશ્રમ કરતા રહ્યા તેના પ્રતીક રૂપે શિખર પર માટીના કોડિયાના આકારે 79 પ્રજ્વલિત દિપક ગોઠવામાં આવ્યા હતા. સર્વધર્મ સમભાવ એવા મુખ્ય છ ધર્મો ના પ્રતીકો પણ રાખવામાં આવ્યા. આ ઉપરાંત બાપુ એ જણાવ્યું હતું તેમ મારુ જીવન ખુલી કિતાબ છે તેમ ખુલી કિતાબ જેવા કસ્તુરબા અને ગાંધીજી ના ફોટો રાખવામાં આવ્યા છે જે પોરબંદર ના ખ્યાતનામ ચિત્રકાર નારાયણ ખેર દ્વારા બનાવાયા છે. હું ભગવાન બનવા માંગતો નથી તેમ કહી ગાંધીજી એ શરત રાખી હતી કે સ્મારક માં ધૂપ દીપ દીવો આરતી અગરબત્તી ન થવું જોઈએ, જેનું પાલન કરવામાં આવે છે. તેમના ચિત્રો નીચે સત્ય અને અહિંસા લખવામાં આવ્યું છે. આમ 27-05-1950 ના રોજ સરદાર વલ્લભબાઈ પટેલ ના હસ્તે આ સ્મારક રાષ્ટ્ર ને સમર્પિત કરવામાં આવ્યું.

અનેક પ્રવાસીઓ દરરોજ આ કિર્તિમંદિરની મુલાકાત લે છે

સમગ્ર વિશ્વમાં થી અનેક પ્રવાસીઓ કીર્તિમંદિરની મુલાકાત લેવા આવે છે. રાજસ્થાન થી આવેલા પ્રવાસી મનોજ કુમારે ETV Bharatને જણાવ્યું હતું કે અમે 70 લોકો આવ્યા છીએ, અહીં પહોંચી ને ખુબ શાંતિ મળી છે અને આજે જે ભારત માં આપણે જીવી રહ્યા છીએ તેનો વિચાર ગાંધીજી એ રાખ્યો હતો. બાપુના સ્વપ્ન સમાન ભારત બને તેવો આપણો પ્રયાસ હોવો જોઈએ.

રામનામ થી ડર દૂર જતો રહેશે ગાંધીજીને રંભા નામની સ્ત્રીએ એ શીખવ્યું

ગાંધીજીના બાળ પણ અંગે ગાંધીવાદી ડો .સુરેખાબેન શાહે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના જન્મ બાદ તેના સદગુણો ના વિકાસ માં પર્યાવરણ અને માતાપિતા સહિત અનેક લોકો નો ફાળો રહ્યો છે. જ્યારે અહીંયાના રાજવંશ સાથે કોઈ તકલીફ થાય ત્યારે સત્ય નિષ્ઠાથી તેની વાત પકડી રાખવી તે કરમચંદ માં એક ખાસિયત હતી ગાંધીજી માં આ ગુણો આવ્યા છે. તેમના માતા ધર્મનિષ્ઠ હતા અને પ્રણામી મન્દિર માં બાળક ને સાથે લઇ ને જતા, આમ ઈશ્વર પરાયણ અને રામનામ માં વિશ્વાસ તેના માતામાંથી આવ્યા છે. જ્યારે ગાંધીજી ને અંધારાથી ડર લાગતો ત્યારે તેમની સંભાળ રાખનાર એક રંભા નામની સ્ત્રી તેમને કહેતી હતી કે રામનામનું નામ લેવાથી કોઈપણ પ્રકાર ના ડર માંથી મુક્તિ મળે છે. આ ગાંધીજી ક્યારેય ભૂલી શક્યા નહીં. પોરબંદર માં અધ્વર્યુ પાઠશાળા માં ગાંધીજી એ પ્રાથમિક અભ્યાસ કર્યો અને ત્યાર બાદ 7 વર્ષની ઉંમરે રાજકોટ આગળ ના અભ્યાસ માટે ગયા હતા.

આ પણ વાંચો : ભારતે અપનાવી 'જેવા સાથે તેવા'ની નીતિ, બ્રિટનથી આવનારા યાત્રીઓ માટે ક્વોરન્ટાઇન ફરજિયાત

પોરબંદર જિલ્લા કલેકટર, અશોક શર્માએ આ વર્ષે ગાંધીજીના જન્મમદિવસે કીર્તિમંદિરમાં આયોજીત કાર્યક્રમ અંગે જણાવ્યું કે આ વર્ષે કીર્તિમંદિરની વેબસાઈટ ખુલી મુકવામાં આવશે. આ ઉપરાંત સેલ્ફી પોઇન્ટ, સ્વદેશી પોઇન્ટ અને મોહન સે મોહન તક હિન્દી પુસ્તક નું વિમોચન કરાશે. ગાંધીજીની 153 મી વર્ષગાંઠ છે જે નિમિત્તે 153 બાળકો સફાઈ અભયાનમાં ભાગ લેશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.