પોરબંદરઃ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ વાવણી કરેલા પાકને થયું છે. પોરબંદરમાં મુશળધાર વરસાદથી પોરબંદરના કુતિયાણા તાલુકા અને રાણાવાવ તાલુકા સહિત પોરબંદર તાલુકાના બરડા પંથકમાં પણ મોટા પાયે ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા,
પોરબંદરમાં સતત વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ભરાયેલા પાણીના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જ્યારે જમીનનું પણ ધોવાણ થયું છે. ખાસ કરીને બોખીરા, કોલીખડા, રાતડી, વિસાવાડા, પાલખડા, મિયાણી, ઓર્ડર, ટુકડા, ફટાણા, ગોતા સહિતના ગામોની જમીન અને પાકને નુકસાન થયું છે.
ખેતરોમાં પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનો સર્વે વહેલી તકે કરી વળતર ચુકવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.