- પોરબંદર જિલ્લા પંચાયતમાં ડીડીઓના PAને આનોખી રીતે વિદાય અપાઈ
- પુંડરિક રામાવતે 36 વર્ષ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી
- DDOએ પોતાની ખુરશી પર બેસાડી શાલ ઓઢાડી સન્માન કર્યું
- પુંડરિક રામાવત 18 વર્ષથી સાયકલ લઈને ઓફિસે આવતા હતા
પોરબંદરઃ જિલ્લા પંચાયત ખાતે છેલ્લા 36 વર્ષથી DDOના PA તરીકે ફરજ બજાવતા અને બાપુના હુલામણા નામ તરીકે જાણીતા પુંડરિક છગનલાલ નિમાવત નિવૃત્ત થતા ઓફિસ સ્ટાફ દ્વારા તેમને અનોખી રીતે વિદાય અપાઇ હતી.
પુંડરિક રામાવત જિલ્લા પંચાયતમાં નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા. DDO વી. કે. અડવાણીએ તેમને પોતાની ખુરશી પર બેસાડી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. મહત્વની વાત એ છે કે, છેલ્લા 18 વર્ષથી તેઓ સાયકલ લઈને ઓફિસે આવતા હતા અને તાજેતરમાં તેમણે જન્મ દિવસ નિમિત્તે 300થી વધુ માસ્કનું વિતરણ કર્યુ હતું. આગળનું નિવૃતિ જીવન સુખ શાંતિથી વિતાવે તેવી શુભેચ્છાઓએ ડીડીઓ વિ.કે.અડવાણી અને સ્ટાફ દ્વારા તેમને આપવામાં આવી હતી.