પોરબંદર: જિલ્લામાં પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની પ્રખ્યાત અતિ સુંદર ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
તેમના આગ્રહથી અમને માટીની મૂર્તિ પોરબંદરમાં મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ ફર્યા પછી જોયું કે મૂર્તિ માટીની હોય પણ તેમાં વપરાતા રંગો કૃત્રિમ હોય છે. મુંબઈમાં આ મૂર્તિઓ જોવા મળી, એટલે ત્યાં ખાસ સાંડું માટીથી આ ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી અને આ રંગો હાનિકારક નથી. આથી આ મૂર્તિઓ પોરબંદરમાં અમે લઇને લાવ્યા.
વધુમાં તેમણે જણાવ્યું કે, કદાચ પ્લાસ્ટર ઓફ પેરિસ કરતા આ મૂર્તિઓ વધુ ઉંચા ભાવે મળે તેનું કારણ પણ આ હોઈ શકે છે. મુંબઈથી અહીંનો પરિવહન ખર્ચ પણ વધુ હોય છે. છતાં લોકોને સંતોષ છે કે, ઈશ્વરથી સૃષ્ટિને કોઈ નુકસાન નથી પહોંચતું. આથી શક્ય હોય તો આ વર્ષે લોકોએ ઘરમાં જ ગણપતિનું સ્થાપન અને ઘરમાં જ વિસર્જન કરવું જોઈએ.