- પોરબંદરમાં કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ રમેશ ધડૂક
- પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે
- 55% પોરબંદરના અને 45% બહારગામના દર્દીઓ હાલ કોવિડ હોસ્પિટલ પોરબંદરમાં છે
પોરબંદરઃ શહેરમાં કોવિડ હોસ્પિટલની મુલાકાત આજે શુક્રવારે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂકે લીધી હતી અને દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ સાથે કોવિડ હોસ્પિટલમાં જરૂરી લાગતી સુવિધા અંગે ચર્ચા કરી હતી. પોરબંદરમાં રેમડેસીવીરનો જથ્થો ઓછો આવી રહ્યો છે. જે અંગે આરોગ્ય પ્રધાન સાથે વાત કરી વધારવામાં આવે તેઓ પ્રયાસ ચાલી રહ્યો છે. જિલ્લામાં બહારથી આવતા દર્દીઓનું પ્રમાણ વધતા બેડની મુશ્કેલી થતી હોવાનું રમેશ ધડૂકે જણાવી બેડની સંખ્યામાં વધારો કરવાની તજવીજ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ પોરબંદરમાં 5મું કોવિડ કેર સેન્ટર શેઠ NDR હાઈસ્કૂલમાં શરૂ કરાયું
પોરબંદર આરોગ્ય વિભાગના અધિકારીઓને કડક સૂચના
પોરબંદરમાં છેલાં 6 વર્ષથી તબીબોની ઘટ છે પંરતુ હાલ કોરોનાની સ્થિતિમાં આભ ફાટયા જેવી સ્થિતિ છે. તાત્કાલિક તબીબ લાવવા અશક્ય છે. કોઈપણ પ્રકારનું કાર્ય અટકતું હોય તો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના ટેસ્ટ બાબતે લાંબી કતારો લાગે છે, જેની વ્યવસ્થા અંગે પણ તપાસ કરવામાં આવશે. તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવતા હોય તો તે બાબતે જિલ્લા ભાજપ ટીમ તપાસ કરશે તેમ સાંસદે પત્રકારોને જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લાના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે
લોકડાઉન કરવું સહેલું નથી સ્વૈચ્છીક લોકડાઉન કરી લોકો સ્વાસ્થ્ય જાળવે
સમય ખરાબ ચાલી રહ્યો છે, લોક ડાઉન કરવું યોગ્ય નથી. સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં લોકો આગળ આવે તેવી અપિલ કરી સાંસદે કરી હતી. સાંસદ ધડૂકે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં લોકોને તકલીફ પડશે. પોતાની કાળજી રાખો અને બિનજરૂરી બહાર ન નીકળવું, આ સમસ્યામાંથી બહાર કેમ નીકળવું તે વિચાર કરવો, કાળજી નહીં રાખીએ તો બધા હેરાન થશો, વ્યવસ્થામાં લોકો સાથ અને સહકાર આપે તેવી વિનંતી સાંસદ રમેશ ધડુકે કરી હતી.