પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં બંદર રોડ પર આવેલા સિપાઈ વાળા સલાટવાડા ભોઈવાડા વરાડ સહિતના વિસ્તારોમાં છેલ્લા વીસથી પચ્ચીસ દિવસોથી જમીનમા ધરતીકંપ જેવા આંચકા ચાલુ રહે છે. જેના લીધે આ વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે .ત્યારે ઘરમાં રહેવુંએ મોટી સમસ્યા થઈ છે. આ વિસ્તારના મકાનો વર્ષો જૂના છે. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના બની શકે તેવો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે.
વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ઘટના બને કે કોઈ મોટી જાનહાની થાય તે પહેલા આ બાબતની તકેદારી રાખી નિષ્ણાંતો દ્વારા આવિસ્તારને સર્વે કરવા માટે આ સમસ્યાનું વહેલામાં વહેલો નિવારણ કરાવવા આ વિસ્તારના લોકોએ કલેકટરને આવેદન આપી જણાવ્યું હતું. નિષ્ણાંતો દ્વારા સર્વે કર્યા બાદ જ ખ્યાલ આવશે કે હકીકતમાં આ બાબત શું છે?