- મતદારોને રીઝવવા રાજકીય પક્ષો દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર
- ઘેર-ઘેર પેમફ્લેટ વિતરણ કરી કામ કરાવી દેવાનું આશ્વાસન
- નેતાઓએ મતદારોની સમસ્યાઓ જાણી
પોરબંદર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જે માટે રાજકીય પક્ષો દ્વારા હાલ ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
નેતાઓ દ્વારા મતદારોના અટકેલા કામ થઈ જશે તેવા આશ્વાસન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તા, પાણી અને લાઈટ સહિતની સમસ્યા હોય તો તેનું નિવારણ કરવામાં આવશે તેવું આશ્વાસન લોકોને આપવામાં આવ્યું હતું. ચૂંટણીમાં દર વખતની જેમ નેતાઓ નીકળતા હોય છે. ચૂંટાયા બાદ નેતાઓનો મિજાજ કંઈક અલગ જ હોય છે. હવે ચૂંટણીના રિઝલ્ટમાં જ જોવાનું છે કે, મતદારો કયા પક્ષ તરફ મતદાન કરશે.
આગામી સમયમાં પોરબંદરમાં સ્ટાર પ્રચારકો આવે તેવી શકયતા
પોરબંદરમાં તાજેતરમાં ભાજપ દ્બારા કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલાની રાણા કંડોરણા અને ખાંભોદરમાં સભા યોજી હતી, ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં હાર્દિક પટેલ સહિતના પ્રચારકો આગામી સમયમાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.