પોરબંદર નજીકનો બરડો ડુંગર વિવિધ ઔષધીઓથી ભરપૂર છે. તો ઇતિહાસમાં પણ આ ડુંગરના અનેક ભાગોમાંથી વિવિધ પ્રકારની વનસ્પતિઓમાંથી અનેક રોગ મટાડી શકાય તેવા ઉપચાર દર્શાવતી એક પુસ્તિકા પણ અહીંના રાજાએ પ્રસિદ્ધ કરેલ છે.
આ ઉપરાંત અહીં આવેલ વિવિધ સ્થળો એવા છે કે, જેમાં ઇતિહાસ સમાયેલો છે .જેમકે રબારીના પાળિયા, શક્તિ મંદિર ,વાવ ,સૂર્યમંદિર શિવ પંચાયતન ,શનિદેવ મંદિર હાથલા, કિલેશ્વર મહાદેવ ,મોડપર કિલો, ખંભાળા પેલેસ સહિતના સ્થાનોની માહિતી ઇતિહાસવીદ નરોત્તમ પલાણ આપી રહયા છે. આ ડોક્યુમેન્ટ્રી શ્રી રામ સ્વિમિંગ કલબ તથા રોટરી કલબના સહયોગથી બનાવવામાં આવી હતી.