પોરબંદર: શહેરમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગતવર્ષ તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ મળેલી બેઠકની કાર્યવાહીને બહાલી આપવાની સાથે નવી તૈયાર થયેલી યોજનાને મંજૂરી આપવા તથા કામગીરીની સમીક્ષા કરાઇ હતી.
શહેરના જિલ્લા સેવા સદન-૧ સભાખંડ ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી.