ETV Bharat / state

પોરબંદરમાં પાકવીમાને લઈ કોંગ્રેસ સમિતિના ધરણા, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ડર - વચગાળાનો પાક વીમો મેળવવાની માગ

પોરબંદરઃ જિલ્લા પંચાયત કચેરી બહાર ખેડૂતોને વચગાળાના પાક વીમાના પૈસા તાત્કલિક આપવાની માગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો ધરણાં પર બેઠાં હતા. છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન થતાં પાકમાં ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, માટે થયેલાં નુકસાનને સરભર કરવા પાક વીમાના પૈસા ચૂકવવા માટે માગ કરી રહ્યાં છે. આ અંગે તેમણે અનેકવાર રજૂઆત કરી હતી. પણ કોઈ પ્રત્યુત્તર ન મળતાં જિલ્લા કોંગ્રેસ સમિતિને ધરણા કરવાની ફરજ પડી છે.

પોરબંદર જિલ્લા પંચાયત બહાર વચગાળાના પાક વીમાની માગને લઇ જિલ્લા કોંગ્રેસ સમિતિ સભ્યો ધરણાં પર બેઠાં
author img

By

Published : Jul 25, 2019, 2:50 PM IST

પોરબંદરમાં રાણાવાવ કુતિયાણા અને પોરબંદર તાલુકામાં 13 જૂન થી 16 જૂન વચ્ચે સામાન્ય વરસાદ થયો હતો. ત્યારે ખેડૂતોએ વાવેતર કર્યુ હતું પણ ત્યારબાદ વાવાણી લાયક વરસાદ ન થતાં મગફળીના પાકને 70 ટકાથી વધુ નુકસાન થયું છે. તો આગળ મગફળીની ખેતીમાં કોઇ ખાસ ફાયદો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.

તંત્રએ પાક સામે થયેલાં નુકસાનનો ભોગવટો કરવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ગાઇડલાઇન મૂકી છે. પણ આ ખેડૂતો તેનો લાભ લઇ શક્યા નથી. કારણ કે, આ ગાઇડલાઇન અંગ્રેજીમાં મૂકી છે. તેથી ખેડૂતોને તે અંગેની માહિતી મેળવી શક્યાં નથી. એટલે તમામ વીમા કંપની દ્વારા પાક વીમાની ગાઇડ લાઇન ગુજરાતીમાં મુકવાની માગ ઉગ્ર બની છે.

પોરબંદર જિલ્લા પંચાયત બહાર વચગાળાના પાક વીમાની માગને લઇ જિલ્લા કોંગ્રેસ સમિતિ સભ્યો ધરણાં પર બેઠાં
કોંગ્રેસના આગેવાન પાલભાઈ આંબલિયા આ અંગે જણાવ્યું હતું કે," ગ્રામ્યકક્ષાએ સરકાર દ્વારા કમિટી બનાવીને તેઓને કામગીરી સોંપવાની હોય છે. ત્યારબાદ ખેડૂતોને માટે ફોટો પડાવી અને કામગીરી કરાવવાની હોય છે .પરંતુ અહીં ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને અક્ષાંશ અને રેખાંશ મુજબના ફોટો પાડવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. ત્યારે તમામ કામગીરી ખેડૂતો કરેશે તો અહેવાલ કોણ બનાવે તેવા અનેક સવાલો ઉઠ્યાં હતા.

આ ઉપરાંત આ પ્રકારની કોઈ કમિટી તાલુકા સ્તરે ન બનાવવાનો પણ આક્ષેપ કરાયો હતો. ગ્રામ્ય સ્તરે વૈજ્ઞાનિક પદ્ધતિથી નોંધાયેલ વરસાદ અને ઓટોમેટીક વેધર સ્ટેશન દ્વારા દરરોજના હવામાન અહેવાલ પણ ધ્યાનમાં લઈને રીપોર્ટ કરવાનો હોય છે. પરંતુ અત્યાર સુધી ઓટોમેટીક વેધર સ્ટેશન એક પણ ગામડામાં જોવા નથી મળ્યું ન હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.

વાવણી પછી 30 દિવસ સુધી વરસાદ ન થાય તો અનુકૂળ હવામાન ના હોય ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પેમેન્ટ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ. સાથે મિડ સિઝન એડવર્ડ સીટી ક્લોઝ મુજબ રાજ્ય સરકાર ઇન્સ્યોરન્સ કંપની અને ખેતીવાડી અધિકારીના વિભાગ દ્વારા જોઈન્ટ સર્વે કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. ત્યારે સમગ્ર બાબતે ખેતીવાડી અધિકારી જે. એન. પરમારે જણાવ્યું હતું કે, " ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોની રજૂઆત અંગે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગતની ગાઈડલાઈન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે."

આમ, ખેડૂતોને વચગાળાના પાક વીમાના પૈસા તાત્કલિક અપાવવાની માગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો ધરણાં પર બેઠાં હતા. જેથી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ યોજનાનો લાભ મળે અને તેઓ નુકાસાન સામે રક્ષણ મેળવી શકે.

Intro:ખેડૂતોને 30 % વચગાળાના પાકવિમા મુદ્દે પોરબંદર માં કોંગ્રેસના ધરણા

પોરબંદર જિલ્લામાં પાક વીમાના પ્રીમિયમ ભરેલ ખેડૂતોને મીડ સીઝન એડવર્ડ સીટી ક્લેમ એટલે કે વચગાળાના પાકવિમા ને તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા યોજ્યા હતા પોરબંદરમાં દોઢ મહિના પહેલા વાવેતર કરેલ પાકનુ વરસાદ ન પડતા ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું છે જેના કારણે પાક વીમો આપવા માટે ની ઉગ્ર માંગ કરી હતી

પોરબંદરમાં રાણાવાવ કુતિયાણા અને પોરબંદર તાલુકામા 13 જૂન થી 16 જૂન વચ્ચે સામાન્ય વરસાદ થયો હતો જે સમયે ખેડૂતોએ વાવેતર કર્યું હતું વાવેતર કર્યા પછી તારીખ 21 જૂન સુધી ક્યાંય વરસાદનું એક ટીપું પણ પડેલ નથી વચ્ચે 26 જૂનના રોજ એક જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું હતું જેથી ગરમ પવનના કારણે મગફળીના પાકને ૭૦ ટકાથી પણ વધારે નુકસાન થયું છે અને હવે વરસાદ નિયમિત થાય તોપણ મગફળીનું ઉત્પાદન નોર્મલ થાય તેમ નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું

Body:ખેડૂતોને વચગાળાનું પાક વિમો મળે તે માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ઓપરેશન ગાઈડલાઈન મૂકવામાં આવી છે તે અંગ્રેજીમાં હોય જેથી કોઈ પણ ખેડૂતને આ બાબતે જાણ થઈ નથી આ ઉપરાંત વીમા કંપની દ્વારા કોઈપણ જાતની પાકવીમા અંગેની જાહેરાત પણ કરાઇ નથી તથા સંપૂર્ણ ગાઈડલાઈન ગુજરાતીમાં આપવા ખેડૂતોએ માંગ કરી હતી

કોંગ્રેસના આગેવાન પાલભાઈ આંબલિયા જણાવ્યું હતું કે ગ્રામ્યકક્ષાએ સરકાર દ્વારા કમિટી બનાવીને તેઓને કામગીરી સોંપવાની હોય છે અને ત્યાર બાદ ખેડૂતોને માટે ફોટો પડાવી અને કામગીરી કરવાની હોય છે પરંતુ અહીં ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને અક્ષાંશ અને રેખાંશ મુજબ ના ફોટો પાડવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું આથી તમામ કામગીરી ખેડૂતો કરે તો અહેવાલ કોણ બનાવે તેવા સવાલો ઉઠયા હતા આ ઉપરાંત આ પ્રકારની કોઈ કમીટી તાલુકા લેવલે ન બનાવવાનો પણ આક્ષેપ કર્યો હતો આ ઉપરાંત ગ્રામ્ય લેવલે વૈજ્ઞાનિક પદ્ધતિથી નોંધાયેલ વરસાદ અને ઓટોમેટીક વેધર સ્ટેશન દ્વારા દરરોજ નો હવામાન અહેવાલ પણ ધ્યાનમાં લઈને રીપોર્ટ કરવાનો હોય છે પરંતુ અત્યાર સુધી ઓટોમેટીક વેધર સ્ટેશન એક પણ ગામડામાં જોવા નથી મળ્યું
તેવા આક્ષેપો કર્યા હતા અને વાવણી પછી ૩૦ દિવસ સુધી વરસાદ ન થાય તો અનુકૂળ હવામાન ના હોય ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પેમેન્ટ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને મિડ સિઝન એડવર્ડ સીટી ક્લોઝ મુજબ રાજ્ય સરકાર ઇન્સ્યોરન્સ કંપની અને ખેતીવાડી અધિકારી ના વિભાગ દ્વારા જોઈન્ટ સર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી

Conclusion:સમગ્ર બાબતે ખેતીવાડી અધિકારી જે. એન. પરમારે જણાવ્યું હતું કે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોની રજૂઆત અંગે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત ની ગાઈડલાઈન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.