પોરબંદરઃ દેશમાં કોરોના વાઇરસનો કહેર છે અને સરકારે 21 દિવસ લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. તે પરિસ્થિતિમાં ગરીબ લોકોને અનાજ વિતરણ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી પરંતુ અનેક જરૂરિયાત મંદ લોકો સુધી અનાજ ન મળતું હોવાનું કોંગ્રેસ નેતા અર્જુન ભાઈ મોઢવાડીયાએ આક્ષેપ કર્યો છે અને કોઈ ભૂખ્યું ન રહે તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ પોરબંદર દ્વારા 10,000 કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવશે.
જેમાં 50,000 કિલો ડુંગળી બટેટા સહિત ઘઉં 10,000 કિલો અને મસાલાઓ અને 250 ગ્રામ ચા પણ કીટમાં સામેલ કરાઈ છે. હાલ પોરબંદની લોહાણા મહાજન સમાજ હોલ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ પેકીંગ કરી રહ્યા છે અને પેકીંગ બાદ કીટનું વિતરણ પોરબંદર જિલ્લામાં જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવશે તેમ અર્જુન ભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું.