પોરબંદરઃ ભગવાન કૃષ્ણ અને જાંબુવાનની વાત સાંભળી પ્રશ્ન જરૂર થશે કે, કૃષ્ણ યુગમાં જાંબુવન કઈ રીતે જીવંત રહ્યા હશે. લંકાના યુદ્ધ બાદ જાંબુવંત રાણાવાવ નજીકની બરડાની ગુફાઓમાં સ્થાયી થયા હતા એ સમયે તેની પાસે એક ચમત્કારી મણી હતી. આ મણિના કારણે અનેક રાજાઓ સાથે યુદ્ધ થયા હતા અને ભગવાન કૃષ્ણ પણ આ મણિ મેળવવા માટે જાંબુવન સાથે અહીં મુલાકાત કરી હતી અને જેમાં જાંબુ અને શરત રાખી હતી કે, તેમની સાથે યુદ્ધ કરવામાં આવેલી જો તેની હાર થાય તો ભગવાન કૃષ્ણએ જાંબુવનની દીકરી જાંબુવંતી સાથે લગ્ન કરવા પડશે અને તેને દહેજમાં ભેટ સ્વરૂપે આ મણિ આપશે જે ચિત્રોમાં જોઈ શકાય છે. આજે પણ આ મંદીની અસરથી ગુફામાં રહેલ રેતીમાં સોનાનો ચળકાટ જોવા મળે છે.
જ્યારે આ સ્થળ પર સંત રામેશ્વર દાસજી અનેક તપસ્યાઓ કરી હતી અને અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય તો રામેશ્વર બાપુને પ્રિય ઘડિયાળ હતી. આથી ઘડિયાળ રેટ સ્વરૂપે આપી જતા હતા, આજે પણ આ ઘડિયાળનો ખંડ અહીં જોવા મળે છે. તો પ્રવાસન વિભાગ દ્વારા આ સ્થળને વિકસાવવામાં આવ્યું છે.
આથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે, અહીં સંત શ્રી રામેશ્વર દાસજી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારે તથા ભીમ અગિયારસના દિવસે મેળાનું આયોજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે.