2006માં કથાકાર રમેશભાઇ ઓઝા દ્વારા પોરબંદરમાં ભવ્ય હરી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ભગવાન લક્ષ્મીનારાયણ ,રાધાકૃષ્ણ, રામ-લક્ષ્મણ-જાનકી, કરુણામયી અંબામા, શિવજી, હનુમાનજી અને ગણેશજી એમ કુલ સાત દેવતા બિરાજમાન છે. અહીં સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે લોકો ઉમટે છે. દરરોજ બે આરતી અને સ્તુતિ વંદના સહિત કીર્તન પણ ઋષિકુમારો દ્વારા કરવામાં આવે છે.
પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન નામની સંસ્થા કાર્યરત છે. જેમાં અનેક ઋષિ કુમારો સંસ્કૃતનું જ્ઞાન લઇ રહ્યા છે. આ ઉપરાંત સાંદિપનીમાં નવરાત્રી, હોળી, દિવાળી ઉપરાંત ગુરૂ પૂર્ણિમાં વિશેષ રૂપે ઉજવાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.
સાંદિપની આશ્રમમાં હરી મંદિરનો પાટોત્સવ દર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ ઍવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. અહીં આવેલા સાંદીપની વિદ્યાનિકેતનમાં સંસ્કૃત તથા વેદના પાઠ ઋષિકુમારોને ભણાવવામાં આવે છે. તેમાંથી પ્રગટ થયેલા ઋષિકુમારો હાલ ગુજરાતના અનેક સ્થળોમાં સંસ્કૃત વીદ્દ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.