ETV Bharat / state

Cyclone Biparjoy : વાવાઝોડાએ દિશા બદલતા જોખમ વધ્યું, NDRFની ટીમ પોરબંદરમાં આવશે, લોકોને સાવચેતીની અપીલ - પોરબંદરમાં વાવાઝોડાને લઈને તૈયારી

પોરબંદરમાં વાવાઝોડાએ દિશા બદલતા જોખમ વધી ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ આસપાસના જિલ્લાઓમાં 100થી વધુ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ત્યારે વાવાઝોડાને લઈને લોકો માટે 297 જેટલા સેન્ટર હોમ હાલ એક્ટિવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત NDRFની ટીમ પોરબંદરમાં આવશે.

Cyclone Biparjoy : વાવાઝોડાએ દિશા બદલતા જોખમ વધ્યું, NDRFની ટીમ પોરબંદરમાં આવશે, લોકોને સાવચેતીની અપીલ

author img

By

Published : Jun 10, 2023, 10:17 PM IST

વાવાઝોડાએ દિશા બદલતા જોખમ વધ્યું, NDRFની ટીમ પોરબંદરમાં આવશે

પોરબંદર : રાતોરાત દરિયામાં બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશા બદલી દેતા ઉત્તર પશ્ચિમની જગ્યાએ ઉત્તર પૂર્વીય કિનારો પકડી લેતા જોખમ વધી ગયું છે. જેના કારણે ગુજરાત હવામાન વિભાગ એલર્ટ મોડ પર એક્ટિવ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ આસપાસના જિલ્લાઓમાં 100થી વધુ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. બિપરજોયની આગળ વધવાની ગતિ વધી રહી છે. બપોરે પોરબંદરથી 600 કિમી દૂર હોવાના રિપોર્ટ મળ્યા હતા. જે 500 કિમીના અંતર સુધી આવી શકે છે. તારીખ 15 જૂન સુધી માછીમારોને માછીમારી ન કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે, ત્યારે પોરબંદરમાં સાવચેતી રાખવા તંત્ર સહીત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ અપીલ કરી છે.

કંટ્રોલ રૂમનંબરના સંપર્કમાં રહેવું : અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા સંદર્ભે હાલ દરિયામાં કરંટ હોય પોરબંદરના તંત્ર દ્વારા ચોપાટી પર લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ અને તંત્ર દ્વારા લોકો ચોપાટી પર ન જાય તે માટે જરૂરી કાર્યવાહી કરી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં તમામ ગામડામાં વિસ્તારોમાં લોકોને પોલીસ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી. 297 જેટલા સેન્ટર હોમ હાલ એક્ટિવ કરવામાં આવ્યો છે, જો સ્થળાંતરનો પ્રશ્ન ઉદભવે તો સલામત આશ્રયસ્થાન જેવા કે શાળાઓ, સમાજવાડીઓ, કોમ્યુનિટી હોલ વગેરે ખાતે આશ્રય લેવો તેમજ જિલ્લા કંટ્રોલ રૂમનંબર 0286-2220800,801 સાથે સંપર્કમાં રહેવાનું યાદીમાં જણાવ્યું છે.

NDRFની ટીમ પોરબંદરમાં આવશે : રાજ્ય દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ NDRFની ટીમ તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં પણ NDRFની ટીમ પહોંચી જશે. આ ઉપરાંત નગરપાલિકામાં ફાયર બ્રિગેડની ટીમ અને બચાવ કામગીરીની ટીમ સજ્જ થઈ ગઈ છે. કોઈપણ મુશ્કેલીના સમયે તાત્કાલિક બચાવ કામગીરી પર દોડી જવા તત્પર બની છે.

આ વાવાઝોડામાં લોકોને તકેદારી રાખવી ખાસ કરીને યુવાનોએ ખોટું સાહસ ન ખેડવા તેમજ ગામડામાં વસતા ખેડૂતો માછીમારો 24 કલાક સુધી બેદરકાર ન રહે અને સાવચેતી પૂર્વક ઢોર જાનમાલની તકેદારી રાખે તેવી અપીલ છે. - અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય, પોરબંદર)

નેતાઓની અપીલ લાકોને : પોરબંદર જિલ્લા ભાજપની ટીમ દ્વારા લોકોને સાવચેતી રાખવાના સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોરબંદરના પૂર્વ કેબિનેટ પ્રધાન તેમજ જિલ્લા ભાજપના અગ્રણી બાબુ ભોખરીયા અને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ પટેલે પણ જણાવ્યું હતું કે, લોકો સાવચેતી રાખવે.

  1. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની ભાવનગરમાં અસર, દરિયામાં 1થી દોઢ મીટર મોજા ઉછળી શકે છે
  2. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની આફત વચ્ચે 15મી સુધી વરસાદની શક્યતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.