પોરબંદર: આગામી 13, 14 અને 15 પોરબંદર માટે અતિભારે જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને પહોંચવા માટે નેવી, કોસ્ટગાર્ડ અને આર્મી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. કોસ્ટગાર્ડની બે ક્વિક રિસપોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત નેવી પણ રેસ્ક્યુ માટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 31 ગામો દરિયાકાંઠા વિસ્તારમાં રહે છે જેમાં વસવાટ કરતા 3500 પરિવાર લોકોને સ્થળાંતર કરવા પડશે તો માટે 250થી વધારે આશ્રય સ્થળ સેલ્ટર હોમ તૈયાર રખાયા છે.
હેલ્પલાઇન નંબર જાહેર: આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરમાં ભયગ્રસ્ત હોર્ડિગ્સ દૂર કરવામાં આવ્યા છે. ઝીરો કેઝ્યુલિટીના આધારે તંત્ર એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત 1077 હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે. લોકો જ્યારે પણ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં મુકાય ત્યારે આ નંબર પર ડાયલ કરી તાત્કાલિક મદદ માગી શકે છે.
'વાવાઝોડાંની સ્થિતિને પહોંચવા પોલીસ એલર્ટ કોસ્ટલ પોલીસ સ્ટેશનના તમામ અધિકારી અને કર્મચારીને 24 કલાક હાજર રહેવા સૂચના અપાઈ છે. જિલ્લામાં 12 ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે જે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. લોકોને દરિયાકાંઠે ન જવાની સૂચના અપાઈ છે. મુશ્કેલીના સમય નજીકના પોલીસ સ્ટેશન અથવા તો 100 નંબર પર મદદ માંગી શકો છો.' -રવિ મોહન સૈની, એસપી, પોરબંદર
દરિયા કિનારા પર બોટ પાર્ક: આ વાવાઝોડા ના પગલે આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો બીજી વીસીએલ પોલીસ સહિતના વિભાગોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયા કિનારા પર રહેલી 4,500 જેટલી ખોટ અને વ્યવસ્થિત રીતે પાર્ક કરવાની પણ સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે અને કોસ્ટ ગાર્ડ નેવી સતર્ક રાખવામાં આવી છે. જરૂર પડીએ જામનગ થી આર્મી ફોર્સ પણ બોલાવવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું.