ETV Bharat / state

સોશિયલ સાઈટ પર શર્ટનું વેચાણ કરવા જતાં યુવાન સાથે રૂપિયા 2,52,000 થયો સાયબર ફ્રોડ

ડિજિટલ યુગ તરફ અનેક લોકો વળી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકોને રોકડ રકમ ચૂકવવા કરતા ડિજિટલ પેમેન્ટ કરવું સરળ રહે છે, પરંતુ ડિજિટલ પેમેન્ટની પદ્ધતિમાં અનેક ગઠિયાઓ દ્વારા સાયબર ક્રાઇમ કરી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા પડાવી લેવામાં આવે છે. પોરબંદરના એક યુવાને સોશિયલ સાઈટ પર શર્ટ વેચવા મુક્યા હતા. જેમાં ગ્રાહક બની એક શખ્સે તેના એકાઉન્ટમાંથી 2,52,000 રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં સાયબર ક્રાઇમની ટીમે 48,000 રુપિયા પરત અપાવ્યા હતા.

પોરબંદર સાયબર ક્રાઇમે 48,000 પરત અપાવ્યા

author img

By

Published : Feb 26, 2021, 2:55 PM IST

  • ડિજિટલ યુગ તરફ પ્રયાણ કરતાં થયો કડવો અનુભવ
  • ભેજાબાજે શર્ટ પસંદ છે, પેમેન્ટ માટે સોશિયલ સાઈટ પર OR કોડ આપ્યો હતો
  • પરત રૂપિયા મળી જશે તેમ કહી ફરી QR કોડ મોકલ્યા અને રૂપિયા ઉપડતા ગયા
  • પોરબંદર સાયબર ક્રાઇમે 48,000 પરત અપાવ્યા
    પોરબંદરમાં સાયબર ફ્રોડ

પોરબંદરઃ શહેરમાં રહેતા રોહન દવે સોશિયલ સાઈટ પર 4 શર્ટ વેચવા માટે મૂક્યા હતા. જેને સાહિલ કુમાર નામના એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે આ શર્ટ તેમને પસંદ છે. કુલ 32,000 રૂપિયામાં શર્ટનો સોદો નક્કી થયો હતો. ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ રોહનને સોશિયલ સાઈટ પર 3200 QR કોડ મોકલ્યો હતો. ત્યારબાદ રકમ જમા થઈ જશે તેમ કહ્યું હતું પરંતુ QR કોડ સ્કેન કરતાની સાથે જ રોહનના ખાતામાંથી 200 રૂપિયા કપાઈ ગયા હતા અને ફરીથી આ 200 રૂપિયા પરત આપવાનું કહેતા બીજો કોડ મોકલી 18,000 રૂપિયા આરોપી દ્વારા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ રીતે એક બાદ એક એમ તારીખ 3/2, 4/2 અને 5/2 ના રોજ રૂપિયા પરત આપવાનું કહી ફોન કરી 89,000, 11,000 અને 87,000 મળી કુલ બે લાખ પાંચ હજાર રૂપિયાની ઓનલાઇન ઠગાઈ રોહન સાથે થઈ હતી.

ગ્રાહક પર વધુ પડતો વિશ્વાસ કરતા રોહને વધુ રૂપિયા ગુમાવ્યા

રોહને આ બધી રકમ બે-ત્રણ દિવસમાં પરત મળી જશે તેવી આશા હતી. ત્યારબાદ તારીખ 9-2-2021ના રોજ ફરીથી રોહનને આરોપીનો ફોન આવ્યો હતો. આ તમામ રકમ રિફંડ કરવાની પ્રક્રિયાના નામે આધાર કાર્ડ, ATM કાર્ડ અને OTP મેળવી વધુ 47,000 રૂપિયા પડાવી લીધા હતા. આમ કુલ રૂપિયા 2,52,000ની છેતરપીંડી થઈ હતી.

સાયબર ક્રાઇમ પોલીસે 48,000 રૂપિયા પરત અપાવ્યા

આ બાબતે 11/02/2021ના રોજ પોરબંદર પોલીસને જાણ કરતાં પોરબંદર સાયબર ક્રાઇમ તથા પોરબંદર પોલીસ ટેકનિકલ સેલના PSI સુભાષ ઓડેદરા અને તેની ટીમ દ્વારા સઘન પ્રયત્ન કરી 48,000 રૂપિયા પરત મેળવી આપ્યા હતા.

પોલીસે લોકોને સાવચેત રહેવા કરી અપીલ

પોરબંદર સાયબર ક્રાઇમના PSI સુભાષ ઓડેદરાએ જણાવ્યું હતું કે, કોઇપણ અજાણ્યા વ્યક્તિના ફોન પરથી QR કોડ મોકલવામાં આવે તો તેને સ્કેન કરતા પહેલા ચકાસી લેવું તેમજ આવી અજાણ્યા વ્યક્તિની ફોન પર આધારકાર્ડ, OTP જેવી વિગતો આપવી નહીં અને કોઈ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.