પોરબંદર: કુતિયાણામા સાયબર ક્રાઇમના આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની બરોડા પોલીસે ધરપકડ કરી હતી.
કુતિયાણાના મહોબત પરા ગામમાં રહેતા 22 વર્ષીય યુવાને બરોડાની યુવતીને ફેસબુક ફ્રેન્ડ બનાવી હતી અને તેના ફોટો વાયરલ કર્યા હતા. તે બાબતે તેની બરોડા પોલીસે 28 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. હાલ આ યુવાન સાથે તેના પિતા બરોડા ગયા છે.
તેઓને બરોડા ક્વોરેન્ટાઇ કર્યા છે. જ્યારે મહોબત પરમાં રહેતા યુવકના માતાને હોમ ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા છે.