જગદીશભાઈએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શેરીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે કાના બાલુ આેડેદરા ઉભો હતો. જેણે તેમને ”જો તું ફરિયાદ કરીશ તો તમને પણ જીવતા સળગાવી નાખીશ” તેવું કહેતા, તેઆે ઘરની બહાર આવતા કાના બાલુ તથા તેમની સાથે આવેલ બીજા અન્ય 3 અજાણ્યા શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.
જગદીશભાઈએ ફાયર બ્રિગેડને બોલાવી પાણી વડે મોટરકારની આગ ઠારવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. કાના બાલુ આેડેદરા સામે એડવોકેટના અસીલની સિવિલ કોર્ટમાં રેગ્યુલર દિવાની મુકદમાની મેટર ચાલતી હોય અને તે મેટરમાંથી તેમને હટી જવા માટે અવારનવાર પૈસાની આેફર કરી હતી.
પરંતુ જગદીશભાઈએ પોતાના અસીલના કેસમાંથી વકીલ તરીકે નીકળવાની ના પાડતા કાના બાલુ તથા 3 અજાણ્યા શખ્સોએ તેમના ઘર બહાર પાર્ક કરેલ વરના કાર નં. GJ 25 J 6603 કિંમત રૂપીયા 10 લાખની તેમની કાર જેમાં જરૂરી રજીસ્ટ્રેશન કાગળો તથા લીકર પરમીટ તથા કમલાબાગ પોલીસમથકે કરેલ અરજીના જરૂરી પેપરો સળગાવી મારી નાખવાની ધાકધમકી આપી નાસી ગયા હતા. તેમ એડવોકેટ જગદીશ મોતીવરસે ફરિયાદમાં જણાવ્યું હતું. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.