ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં જનજાગૃતિ સાથે આગળ વધતું “હું પણ કોરોના વોરિયર અભિયાન”

author img

By

Published : May 28, 2020, 8:39 PM IST

કોરોના વાઇરસ સામેના જંગમાં ગુજરાતમાં કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. આ કોરોના સામેની લડાઇમાં લોકોની ભાગીદારી જનજાગૃતિ રૂપે વધી રહી છે. પોરબંદર જિલ્લામાં મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સથી હું પણ કોરોના વોરિયર અભિયાન અંગેની માહિતી માર્ગદર્શન આપ્યું હતું. હાલ એક એક નાગરિક તકેદારી રાખવાની અને એ અંગે મળતા સારા પરિણામો અંગે વિગતો જણાવતા જિલ્લાના લોકો સ્વયંભૂ હું પણ કોરોના વોરિયર અભિયાનમાં જોડાયા છે.

covid-19 awareness in porbandar
પોરબંદર જિલ્લામાં જનજાગૃતિ સાથે આગળ વધતું “હું પણ કોરોના વોરિયર અભિયાન”

પોરબંદરઃ કોરોના વાઇરસ સામેના જંગમાં ગુજરાતમાં કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. આ કોરોના સામેની લડાઇમાં લોકોની ભાગીદારી જનજાગૃતિ રૂપે વધી રહી છે. પોરબંદર જિલ્લામાં મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સથી હું પણ કોરોના વોરિયર અભિયાન અંગેની માહિતી માર્ગદર્શન આપ્યું હતું. હાલ એક એક નાગરિક તકેદારી રાખવાની અને એ અંગે મળતા સારા પરિણામો અંગે વિગતો જણાવતા જિલ્લાના લોકો સ્વયંભૂ હું પણ કોરોના વોરિયર અભિયાનમાં જોડાયા છે.

સોશ્યિલ મીડિયાના માધ્યમથી મોટી સંખ્યામાં યુવાનો કોરોના વાઇરસ સામે લડવા માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને દો ગજ દૂરીની વાત સમગ્ર ગુજરાતનું કલ્યાણ થાય એવી ઉમદા ભાવથી કરી રહ્યાં છે. ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ સહિતના ટુલ્સમાં યુવાનો આગેવાનો સરકારનું આ માર્ગદર્શન અપનાવી આ રોગચાળા સામે વિજય મેળવવા મેસેઝ આપી રહયા છે. એટલું જ નહી પરંતુ વાસ્તવિક જીવનમાં ઘરે હોય કે બહાર લોકો હવે જાગૃત થયા છે અને માસ્ક વગર જોવા મળતા નથી. જવ્વલે જ જો જોવા મળે તો પોલીસ આરોગ્ય વિભાગ માર્ગદર્શન આપે છે અને નિયમોની અમલવારી કરે છે. હું પણ કોરોના વોરિયરની સકારાત્મક વિચારધારા જનજાગૃતિને બળ પુરૂ પાડી રહી છે. લોક શક્તિને રચનાત્મક માર્ગે વાળી ગુજરાતને કોરોના મૂક્ત કરવાની દિશામાં ચાલતી કામગીરીમાં પોરબંદર જિલ્લો પણ ભાગીદારી નોંધાવી રહ્યો છે.

પોરબંદર જિલ્લાની સામાજિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એશોશીએશન, જિલ્લા તંત્રના કર્મયોગીઓ, સફાઇ કામદારો, પદાધિકારીઓ,પોલીસ, આરોગ્ય, આંગણવાડી કાર્યકર, આશા અને હેલ્થવર્કર, તબીબો, મીડિયા પર્સન, છૂટક ફેરીયાઓ, કોરોબારીઓ અને ખેડૂતો આ અભિયાનમાં જોડાઇ વાઇરસનું સંક્રમણ ન વધે તે માટે પુરતી તકેદારી રાખી આ વાઇરસથી ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતીની જરૂર છે. પરંતુ તે તકેદારી રાખવાથી ખૂબ સારૂ પરિણામ મળે છે, તેની માહિતીની આપ લે કરી રહયાં છે. સરકારની આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે દેશી પધ્ધતિથી ઔષધિઓનું સેવન કરવાથી શરીરમાં વધતી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તેની સાચી માહિતી અન્ય લોકોને આપી રહ્યાં છે. આ તમામ વર્ગના લોકો આરોગ્ય સેતુ એપ પણ વધુ ને વધુ સંખ્યામાં ડાઉનલોડ કરી રહ્યાં છે.

પોરબંદરના આગેવાનો આ અભિયાનને આવકારી રહયાં છે.પોરબંદરના વસંતકુમારજી મહારાજે જણાવ્યું હતુ કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા જિલ્લાઓમાં તેમજ પોરબંદરમાં કલેકટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સથી હું પણ કોરોના વોરિયર અભિયાન અંગે સૌને જોડાવા આપેલા માર્ગદર્શનને આવકારતા તેમણે ઉમેર્યુ હતું કે, સમગ્ર દેશમાં હાલ સૌ કોરોના સામે લડી રહ્યાં છે, ત્યારે જનજાગૃતિ માટે આ સારો અભિગમ છે. વાઇરસથી ડરવાની જરૂર નથી .પરમેશ્વર માનવ જાતને આ મહામારી સામે મદદ કરશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ ભરતભાઇ રાજાણીએ જણાવ્યુ હતું કે, સેનિટાઇઝેશન, માસ્ક અને દૂરી અપનાવી મહોલ્લો, ગામ, શહેર, રાજ્ય અને દેશને કોરોના વાઇરસ સામે રક્ષિત કરીએ. સ્વદેશી અભિયાનમાં જોડાયેલા ડો.સુરેખાબેન શાહે જણાવ્યુ હતું કે, આ યુધ્ધ મોરચે જઇને નહી પણ ઘરે અને કામના સ્થળે તકેદારી રાખીને લડવાનું છે. ભારતીય સંસ્કૃતિ કયારેય હારી નથી અને હારવાની નથી. એક એક નાગરીકે સૈનિક બનીને આ વાઇરસ સામે લડવુ પડશે. ગોઢાણીયા કોલેજ પોરબંદરના ડાયરેકટર ડો.ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્યુ હતુ કે, ભારતના નાગરિક તરીકે આપણે ખાસ તકેદારી રાખવાની છે. વારંવાર હાથ ધોવા ઉપરાંત નાના બાળકો અને વડીલો ઘરની બહાર અતિ આવશ્યક સંજોગો સિવાય નીકળે નહી તેની તકેદારી રાખવાની છે. પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અડવાણી વી.કે.અડવાણી, પોલીસ વડાશ્રી ડો.રવીમોહન સૈની, અધિક કલેકટર રાજેશ તન્ના સહિતના જિલ્લા તંત્રના અધિકારીઓ પણ હું પણ કોરોના વોરિયર અભિયાનમાં સહભાગી થઇ કર્મયોગીઓ અને નાગરિકોને પ્રેરિત કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.