પોરબંદર: કોરોના વાઇરસ સામે સજાગતા, સાવચેતી અને સાચી માહિતી ઉપરાંત સંક્રમિત વ્યક્તિઓથી વધુ ફેલાવો ન થાય તે માટે સમગ્ર જિલ્લાની ટીમ એલર્ટ છે. પોરબંદર જિલ્લાની સૌથી મહત્વની અને જિલ્લામાં લોકોને આવવા માટેની હાલ કોરોના વાઇરસ સંદર્ભે સંવેદનશીલ ગણાતી ચૌટા ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસ કોરોના વોરિયર્સ બની સેવા આપી રહ્યાં છે. આમ તો રોજેરોજ ડ્યુટી પ્રમાણે પોલીસ અને આરોગ્યના કર્મયોગીઓ સેવા આપે છે. પરંતુ કુતિયાણાના RBSK મેડિકલ ઓફીસર ડો.વિક્રમજીત પાશ્વાન જ્યારથી લોકડાઉન શરૂ થયુ ત્યારથી ફરજ બજાવી રહ્યાં છે.
કોરોના વોરિયર બની સેવા આપી રહેલા ડો.વિક્રમજીતે જણાવ્યું હતું કે, કોવિડ-19 અંતર્ગત 45 દિવસથી ચૌટા ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ફરજ સોપવામાં આવી છે. આ સેવા ફરજમાં આરોગ્ય વિભાગને લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. લોકો સ્વયં પણ જાગૃતિ દાખવી રહ્યાં છે, તેમ જણાવ્યુ હતું. આ ચેક પોસ્ટ પર બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવે છે.
આરોગ્ય સ્ટાફ ટેમ્પેચર ગન દ્વારા તપાસ કરી જરૂર જણાય તો સંબંધિત વિભાગને જાણ કરી પ્રોટોકોલ અને પ્રોસીઝર પ્રમાણે કામગીરી કરવામાં આવે છે. વાહનોને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે. કુતિયાણા પોલીસ દ્વારા પણ સંયુક્ત રીતે બંદોબસ્ત, એન્ટ્રી તપાસ, જરૂરી પૂછપરછ, નિયમ મુજબ માલ વાહક વાહનોને અડચણ વગર રવાના કરવા. તે ઉપરાંત ટ્રેસ રેકોર્ડ પ્રમાણે મળતી માહિતી મુજબ બહારના વિસ્તારમાંથી આવી રહેલા લોકોની તપાસ કરી જરૂરી નોંધણી કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સતર્કતાને લીધે એક કેસ આ ચેકપોસ્ટ પરથી ટ્રેસ થયો હતો. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ચૌટા ચેકપોસ્ટ પર કામગીરી થઇ રહી છે. તાજેતરમાં પોરબંદર કલેકટરે ચેકપોસ્ટની મુલાકાત કરી હતી.
પોરબંદર ચૌટા ચેકપોસ્ટ પર 45 દિવસથી કોરોના વોરિયર બની કર્તવ્ય પરાયણતામાં સમર્પિત ડો.વિક્રમજીત પાશ્વન - પોરબંદર કોરોના ન્યૂઝ
કોરોના વાઇરસ સામે સજાગતા, સાવચેતી અને સાચી માહિતી ઉપરાંત સંક્રમિત વ્યક્તિઓથી વધુ ફેલાવો ન થાય તે માટે સમગ્ર જિલ્લાની ટીમ એલર્ટ છે. પોરબંદર જિલ્લાની સૌથી મહત્વની અને જિલ્લામાં લોકોને આવવા માટેની હાલ કોરોના વાઇરસ સંદર્ભે સંવેદનશીલ ગણાતી ચૌટા ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસ કોરોના વોરિયર્સ બની સેવા આપી રહ્યાં છે. આમ તો રોજેરોજ ડ્યુટી પ્રમાણે પોલીસ અને આરોગ્યના કર્મયોગીઓ સેવા આપે છે. પરંતુ કુતિયાણાના RBSK મેડિકલ ઓફીસર ડો.વિક્રમજીત પાશ્વાન જ્યારથી લોકડાઉન શરૂ થયુ ત્યારથી ફરજ બજાવી રહ્યાં છે.